Jagdeep Dhankhar: રાજીનામું આપ્યા બાદ જગદીપ ધનખરને પેન્શન સહિત કઈ સુવિધાઓ મળશે, જાણો

વર્ષ 2018માં ઉપરાષ્ટ્રપતિનો પગાર મહિને 4 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો. આ સાથે ઉપરાષ્ટ્રપતિને સરકારી આવાસ, ટ્રેન અને વિમાનમાં ફ્રી મુસાફરી તેમજ ફ્રીમાં સારવારની સુવિધા મળે છે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Wed, 23 Jul 2025 04:23 PM (IST)Updated: Wed, 23 Jul 2025 04:23 PM (IST)
how-much-pension-and-what-facilities-will-get-jagdeep-dhankhar-after-resignation

Jagdeep Dhankhar Pention: જગદીપ ધનખરે સોમવારે રાત્રે સ્વાસ્થ્યનું કારણ આપીને પોતાના પદ પરથી રાજીનામું આપીને બધાને ચોંકાવી દીધા હતા. તેમણે પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મોકલ્યું હતું, જે તેમણે સ્વીકારી લીધું હતું. જગદીપ ધનખર સંપૂર્ણ કાર્યકાળ પૂર્ણ ન કરનાર દેશના ત્રીજા ઉપરાષ્ટ્રપતિ બની ગયા છે. રાજીનામું આપ્યા પછી હવે તેમને પેન્શન સહિત કઈ સુવિધાઓ મળશે? ચાલો જાણીએ

ઉપરાષ્ટ્રપતિનો પગાર કેટલો હોય છે

વર્ષ 2018માં ઉપરાષ્ટ્રપતિનો પગાર મહિને 4 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો. આ સાથે ઉપરાષ્ટ્રપતિને સરકારી આવાસ, ટ્રેન અને વિમાનમાં ફ્રી મુસાફરી તેમજ ફ્રીમાં સારવારની સુવિધા આપવામાં આવે છે.

ઉપરાષ્ટ્રપતિને કેટલું પેન્શન મળે છે

રાજીનામું આપ્યા બાદ ઉપરાષ્ટ્રપતિનું પેન્શન તેમના કાર્યકાળ અને પગારના આધારે નક્કી કરવામાં આવે છે. મીડિયા અહેવાલો અનુસાર પૂર્વ ઉપરાષ્ટ્રપતિઓને તેમના પગારના લગભગ 50થી 60 ટકા પેન્શન તરીકે મળે છે. જે જોતા જગદીપ ધનખરને આશરે 2થી 2.5 લાખ રૂપિયા મહિને પેન્શન મળી શકે છે. જો કે આ પેન્શન તેમના કાર્યકાળ અને સરકારના નિયમો પર આધાર રાખશે.

પદ છોડ્યા બાદ કઈ સુવિધાઓ મળશે

રાજીનામું આપ્યા બાદ પણ પૂર્વ ઉપરાષ્ટ્રપતિને મફત સારવારની સુવિધા મળે છે. ટ્રેન અને વિમાનમાં મફત મુસાફરીની સુવિધા પદ છોડ્યા બાદ પણ યથાવત રહે છે. સરકારી આવાસ અથવા હાઉસિંગ એલાઉન્સ પણ આપવામાં આવી શકે છે.