Home Minister Amit Shah:કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે કહ્યું છે કે ભારતની ન્યાય વ્યવસ્થા એક સમયે ખૂબ જ વિલંબ માટે જાણીતી હતી. જોકે હવે નવા ગુના સંબંધિત કાયદા સંપૂર્ણપણે લાગુ થવાથી FIR દાખલ થવાથી લઈ સુપ્રીમ કોર્ટ સુધી ન્યાય ત્રણ વર્ષમાં મળી જશે.
તેઓ ભોપાલના BHEL વિસ્તારમાં નવા ગુનાહિત કાયદા સંબંધિત એક પ્રદર્શનીનું ઉદઘાટન કર્યાં બાદ પશુપાલકોના એક સમ્મેલનને સંબોધિત કરતા હતા ત્યારે આ માહિતી આપી હતી.
ગૃહ અને સહકારિતા મંત્રાલયની જવાબદારી સંભાળી રહેલા શાહે એમ પણ જણાવ્યું હતું કે ભારતીય ન્યાય સંહિતા (BNS)ને સંપૂર્ણપણે લાગુ થઈ ગયા બાદ દેશની અપરાધિક ન્યાય પ્રણાલી વિશ્વની સૌથી આધુનિક વ્યવસ્થા પૈકી એક હશે.
વર્ષ 2029 બાદ ખતમ થઈ જશે માદક પદાર્થોનો દુરુપયોગ
દેશભરમાં નશીલા પદાર્થો સામે જે અભિયાન ચાલી રહ્યું છે તેનો ઉલ્લેખ કરતાં શાહે જણાવ્યું હતું કે સરકાર એક વિગતવાર યોજના પર કામ કરી રહી છે, જેથી એ બાબત સુનિશ્ચિત કરી શકાય કે 31 ડિસેમ્બર 2029 બાદ મધ્ય પ્રદેશમાં નશીલા પદાર્થોનો દુરુપયોગ સંપૂર્ણપણે ખતમ થઈ જાય.
3 વર્ષમાં મળશે ન્યાય
તેમણે જણાવ્યું હતું કે ભારતની ન્યાય વ્યવસ્થા એક સમયે તારીખ પે તારીખ માટે જાણીતી હતી, જોકે હવે નવા અપરાધિક કાનૂન સંપૂર્ણપણે લાગુ થઈ જવાથી FIR નોંધવાથી લઈ સુપ્રીમ કોર્ટ સુધી ન્યાય ત્રણ વર્ષમાં મળી જશે.
