કોલકાતા એરપોર્ટ પર એર ઈન્ડિયાની મુંબઈ જતી ફ્લાઈટને હાઈજેકની ધમકી મળી,ભારે હડકંપ મચી ગયો

Hijack Threat:કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બુધવારે સવારે તે સમયે ભારે હડકંપ મચી ગયો કે જ્યારે મુંબઈ જતી એર ઈન્ડિયાની એક ફ્લાઈટમાં હાઈજેકનો ધમકીભર્યો સંદેશ મળ્યો હતો.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 11 Nov 2026 12:41 PM (IST)Updated: Wed, 11 Nov 2026 12:43 PM (IST)
hijack-threat-on-an-air-india-flight-bound-for-mumbai-at-kolkata-airport

Hijack Threat:કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બુધવારે સવારે તે સમયે ભારે હડકંપ મચી ગયો કે જ્યારે મુંબઈ જતી એર ઈન્ડિયાની એક ફ્લાઈટમાં હાઈજેકનો ધમકીભર્યો સંદેશ મળ્યો હતો. વિમાનના શૌચાલયના કાચ પર હાઈજેકને લગતો ધમકીભરેલો સંદેશ લખેલો મળ્યો હતો.  

મળતી માહિતી પ્રમાણે વિમાન ઉડ્ડાન ભરવાની તૈયારીમાં હતું તે સમયે શૌચાલયના કાચ પર લખેલ ધમકીનો સંદેશ નજરમાં આવ્યો હતો. ઘટનાની માહિતી મળતા જ પાયલટે એર ટ્રાફિક કન્ટ્રોલ(ATC)ને એલર્ટ કર્યું છે.ત્યારબાદ વિમાનને આઈસોલેશનમાં લઈ લેવામાં આવ્યું હતું, જ્યાં CISF અને એરપોર્ટના વિશેષ સુરક્ષા અધિકારીની વ્યાપક તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. વિમાનની અંદર કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.

બીજીબાજુ શૌચાલયના કાચ પર ધમકીભર્યો સંદેશ કોના દ્વારા લખવામાં આવ્યો છે તેની પોલીસ તથા તપાસ એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. વિમાનમાં રહેલા યાત્રીઓની યાદી સાથે એરપોર્ટ પરિસર અને વિમાનની અંદર લાગેલા CCTV કેમેરા ફુટેજ તપાસવામાં આવી રહ્યાં છે. અત્યારે આ અંગે સંપૂર્ણ હાથ ધરવામાં આવી છે. વધુ માહિતી માટે રાહ જોવામાં  આવી રહી છે.