Employee Happiness at work: ભારતમાં 70 ટકા નોકરી કરતાં લોકો પોતાની નોકરીથી ખુશ નથી. એક રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. રિપોર્ટમાં નોકરીની ગંભીર પરિસ્થિતિ પર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. કારણકે મોટી સંખ્યામાં કર્મચારીઓ તેઓ તેમની નોકરી છોડવા અંગે વિચાર કરી રહ્યા છે. હેપ્પીએસ્ટ પ્લેસ ટુ વર્ક દ્વારા હેપ્પીનેસ રિસર્ચ અકાદમીના સહયોગથી આ સ્ટડી કરવામાં આવ્યો હતો.
54 ટકા કર્મચારી નોકરી છોડવા માંગે છે ?
જે લોકો પર સર્વે કરવામાં આવ્યો તેમાં 54 ટકા કર્મચારીઓ તેમની નોકરી છોડવા પર વિચાર કરી રહ્યા છે. 62 ટકા કર્મચારીઓ કામ પર ખુલ્લેઆમ તેમના વિચારો વ્યક્ત કરી શકતા નથી. નેગેટિવ વર્ક કલ્ચર કર્મચારીઓેને અલગ મહેસુસ કરાવે છે. આ સિવાય નોકરીના કારણે કેટલાક લોકોને અંગત શોખ માટે સમય નથી મળતો જેના કારણે લોકો નોકરી છોડવા માંગે છે.
રિપોર્ટ બતાવે છે કે જ્યાં કર્મચારી સાથે મદદગાર વાતાવરણ હોય ત્યાં કર્મચારી પોતાના વ્યક્તિગત હિતોને આગળ રાખી શકે છે. ત્યાં કર્મચારીઓને નોકરી છોડવાનો વિચાર કરવાની સંભાવના 60 ટકા ઓછી જોવા મળી.
કેવી રીતે તૈયાર કરાયો રિપોર્ટ
હેપ્પીએસ્ટ પ્લેસ ટુ વર્ક - ભારતનું વર્કફોર્સ કેટલું ખુશ છે. આ હેડલાઈન સાથે આવેલી રિપોર્ટે આખા દેશમાં ઓફિસ પર કામ કરવાના સંતોષ મામલે ચોંકાવનારો આંકડા રજૂ કર્યા છે. 18 ઉદ્યોગ ક્ષેત્રોમાં બે હજાર કર્મચારીઓ પર સર્વે કરવામાં આવ્યો છે. જેમાં મિલેનિયલ્સ ગ્રુપમાં નોકરીની સંતુષ્ટિને લઈને સંઘર્ષ જોવા મળ્યો હતો.
