જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF કેમ્પમાં ગોળીબાર, અસિસ્ટન્ટ કમાન્ડન્ટ સહિત 4 જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આવેલા CISF કેમ્પમાં કોઈ વિવાદ બાદ થયેલા ગોળીબારમાં અસિસ્ટન્ટ કમાન્ડન્ટ સહિત 4 જવાનોના મૃત્યુ નિપજ્યા છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 29 Sep 2026 10:38 PM (IST)Updated: Tue, 29 Sep 2026 10:38 PM (IST)
firing-at-cisf-camp-in-kathua-jammu-kashmir-4-personnel-including-an-assistant-commandant-martyred

Kathua CISF Firing: જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાંથી એક અત્યંત દુઃખદ અને હચમચાવી દેનારા સમાચાર સામે આવ્યા છે. કઠુઆના બસોલી વિસ્તારમાં આવેલા સેવા-2 હાઈડ્રોઈલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ સાથે જોડાયેલા CISF (સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ) કેમ્પમાં અંદરોદર થયેલા ગોળીબારમાં અસિસ્ટન્ટ કમાન્ડન્ટ સહિત ચાર જવાનોના મોત થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કઠુઆના બસોલી ક્ષેત્રમાં આવેલા CISF કેમ્પમાં ફરજ બજાવતા જવાનો વચ્ચે અચાનક કોઈક વાતને લઈને તીખી બોલાચાલી અને વિવાદ થયો હતો. આ બોલાચાલી એટલી વધી ગઈ કે કેમ્પમાં તૈનાત એક જવાન (જેની ઓળખ અભિદેશ સિંહ તરીકે થઈ છે) એ પોતાના જ સર્વિસ હથિયારથી સાથી જવાનો પર આડેધડ ગોળીબાર શરૂ કરી દીધો. આ ખૂની હુમલામાં ચાર જવાનોને ગંભીર ઇજાઓ થઈ હતી, જેના કારણે તેઓને સારવાર મળે તે પહેલા જ મૃત્યુ પામ્યા હતા.

શહીદ થયેલા જવાનોની વિગતો

આ ગોળીબારની ગોઝારી ઘટનામાં જીવ ગુમાવનાર અધિકારીઓ અને જવાનોમાં નીચે મુજબના નામો સામે સામે આવ્યા છે:

  • અંકિત કુમાર પાંડે (અસિસ્ટન્ટ કમાન્ડન્ટ)
  • લક્ષ્મણ સિંહ (સબ-ઇન્સ્પેક્ટર - SI)
  • રફીક અહેમદ (કોન્સ્ટેબલ)
  • સંદીપ કુમાર (કોન્સ્ટેબલ)

સુરક્ષા એજન્સીઓની કાર્યવાહી

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગોળીબાર કરનાર આરોપી જવાનને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને સુરક્ષા દળો તથા પોલીસ દ્વારા આંતરિક વિવાદ કે અદાવતના મૂળ સુધી પહોંચવા માટે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. એકસાથે ચાર સુરક્ષાકર્મીઓના મોતથી સમગ્ર કેમ્પ તેમજ સુરક્ષા વિભાગમાં શોકનું મોજું ફરી વળ્યું છે.