Earthquake: મંગળવારે સવારે બિહારના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબીંદુ નેપાળમાં હતું. તેની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 5.3 પર માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના જણાવ્યા પ્રમાણે આ આંચકો સવારે સાત વાગ્યાની આસપાસ આવ્યો હતો. જોકે આ ભૂકંપના કારણે હજુ સુધી કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી.
ભુટાનમાં પણ આવ્યો હતો ધરતીકંપ
વહેલી સવારે આવેલા ધરતીકંપને કારણે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. નેપાળમાં આવેલા આ ભૂકંપના આંચકા બિહાર ઉપરાંત સિક્કમ અને પશ્ચિમ બંગાળના જલપાઈગુડી, કુચબિહાર અને ભુદાર્જિલિંગમાં અનુભવાયા હતા. સામે આવેલી વિગતો અનુસાર મંગળવારે જ્યારે ભૂકંપ આવ્યો તે પહેલા સિક્કિમ નજીક ભુટાનમાં રાત્રે સવા બાર વાગ્યાની આસપાસ 2.4ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
દાર્જિલિંગમાં પણ ઝટકા અનુભવાયા
આ ભૂકંપના ઝટકા દાર્જિલિંગમાં પણ અનુભવાયા હતા. ગુલાબી ઠંડીમાં જ્યારે લોકો સવાર પથારીમાંથી જાગી રહ્યા હતા ત્યારે અચાનક આવેલા ભૂકંપથી લોકોમાં ફફડાટ ફેલાયો હતો. કેટલાક રિપોર્ટમાં ભૂકંપનું કેન્દ્ર બીંદુ ભૂટાનમાં જણાવવામાં આવી રહ્યું છે. પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં લોકો ઘરની બહાર આવી ગયા હતા.
ભારતના કયા કયા વિસ્તારમાં અનુભવાયા ઝટકા
ભારતમાં ભૂકંપની અસર અંગે વાત કરીએ તો, કેટલાક મીડિયા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે બિહાર ઉપરાંત મેઘાલય, પશ્ચિમ બંગાળ અને ઉત્તરના કેટલાક વિસ્તારોમાં અસર જોવા મળી હતી. સિક્કમમાં પણ ઝટકા અનુભવાયાના અહેવાલ છે.
તો બીજી તરફ નેપાળ અને ભારતની સાથે સાથે ચીન અને બાંગ્લાદેશમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયાના અહેવાલ છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ ચીનમાં 5થી વધુની તિવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
12 નવેમ્બરે પણ આવ્ય હતો ભૂકંપ
જણાવી દઈએ કે, આ પહેલા નેપાળમાં 12 નવેમ્બરે પણ ભૂકંપના આંચકા આવ્યા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા પ્રમાણે આ ભૂકંપ સવારે સાડા ચાર વાગ્યાની આસપાસ આવ્યો હતો. આ ભૂકંપની તિવ્રતા 4.9 માપવામાં આવી હતી. સામે આવેલી વિગતો અનુસાર ભૂકંપનું કેન્દ્ર બીંદુ ધરતીથી 73 કિમી નીચે હતું.
