New Earthquake Map 2025: ભારતનો ભૂકંપ નકશો બદલાઈ ગયો; દેશના 61 ટકા વિસ્તાર પર ભૂકંપનું તોળાતું સંકટ; કચ્છ-ગુજરાતની શું સ્થિતિ છે તે જાણો

ગુજરાતના કચ્છ જિલ્લાને ઝોન-6 ખતરનાક ઝોનમાં સામેલ કરાયેલો છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર સહિતનો ભૂકંપ ઝોન-4માં આવે છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 29 Nov 2025 10:05 PM (IST)Updated: Sat, 29 Nov 2025 10:05 PM (IST)
earthquake-risk-has-increased-in-61-percent-of-india-himalayan-gujarat-kutch-in-new-seismic-zone-map
HIGHLIGHTS
  • સેન્ટ્રલ હિમાલયમાં છેલ્લા 200 વર્ષથી કોઈ મોટો ભૂકંપ આવ્યો નથી
  • ભૂકંપના સૌથી ખતરનાક ઝોન-6માં ભૂજ (કચ્છ), અગરતલા, ચંડીગઢ, દાર્જિલિંગ, લેહ, મંડી, પંચકુલા, શિમલા, શિલોંગ

New Earthquake Map 2025: ભારત એક એવો દેશ છે કે જ્યાં ભૂકંપ(Earthquake)નું જોખમ મંડરાઈ રહ્યું છે. 28 નવેમ્બર 2025ના રોજ બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ(BIS)એ દેશના ભૂકંપ ઝોન મેપમાં ફેરફાર એટલે કે બદલ્યો છે. આ નવો મેપ IS 1893(2025) નામથી ભૂકંપ પ્રતિરોધ ડિઝાઈન કોડનો ભાગ છે.

જૂના મેપ એટલે કે નકશામાં ભૂકંપના જૂના એપિસેન્ટરને જોતા ઝોન તૈયાર કરવામાં આવ્યા હતા. પણ હવે આ નવા મેપને વધારે વૈજ્ઞાનિક રીતે તૈયાર કરવામાં આવ્યો છે.

ગુજરાતના વિવિધ ભાગો ભૂકંપના કયા ઝોનમાં આવે છે
ગુજરાતના કચ્છ જિલ્લાને ઝોન-6 ખતરનાક ઝોનમાં સામેલ કરાયેલો છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર સહિતનો ભૂકંપ ઝોન-4માં આવે છે. આ નવા મેપમાં સંપૂર્ણ હિમાલયી ક્ષેત્રોને પ્રથમ વખત સૌથી ખતરનાક ઝોન-6માં સામેલ કરવામાં આવ્યા છે.

ભૂકંપના સૌથી ખતરનાક ઝોન-6માં ભૂજ (કચ્છ), અગરતલા, ચંડીગઢ, દાર્જિલિંગ, લેહ, મંડી, પંચકુલા, શિમલા, શિલોંગ ઝોન-5.અમ્બાલા, અમૃતસર, બહરાઈચ, જાલંધર, કરનાલ, સહારનપુરનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ઝોન-4માં નોઈડા, દિલ્હી, ગુરુગ્રામ, ગાઝીયાબાદનો સમાવેશ થાય છે.

naidunia_image

કેટલા ઝોન છે અને તે શું દર્શાવે છે
જૂના મેપ (2002 અને 2016)માં ચાર ઝોન હતા-– II, III, IV અને V. ઝોન II સૌથી ઓછું જોખમ, ઝોન V સૌથી વધારે. જોકે નવા 2025 મેપમાં પાંચ ઝોન છેઃ II, III, IV, V અને નવા ઝોન VI

ઝોન II: ખૂબ જ ઓછું જોખમ (11% જમી), દક્ષિણ ભારતના કેટલાક ભાગો. ઝોન III:મધ્યમ જોખમ (30 ટકા જમીન), મધ્ય ભારત.ઝોન IV:ઉચ્ચ જોખમ (18% જમીન), દિલ્હી, મુંબઈ જેવા શહેરો, ઝોન V:ખૂબ જ ઊંચુ જોખમ (11% જમીન), ગુજરાતનો કચ્છ, પૂર્વોત્તર. ઝોન VI:સૌથી ઊંચું જોખમ (નવા), સંપૂર્ણ હિમાલય-જમ્મુ-કાશ્મીરથી અરુણાચલ સુધી હવે 59 ટકાથી વધી 6 ટકા જમીન મધ્યમ-ઉચ્ચ ઝોનમાં આવી ગયો છે. બે ઝોનની સીમા પર શહેર હવે ઊંચા ઝોનમાં ગણવામાં આવશે. જેથી જોખ ઓછું સમજવામાં ન આવે.

naidunia_image

નવો ઝોન VI શા માટે બનાવવામાં આવ્યો?
જૂના મેપમાં જે ખામી હતી તેમાં હિમાલયન ઝોન IV અન Vમાં વહેચવામાં આવ્યો હતો, જે અયોગ્ય બાબત હતી. હિમાચલ ભારતીય અને યુરેશિયન પ્લેટ્સના મુખ પર છે. અહીં દર વર્ષે સતત દબાણ વધી રહ્યું છે. મુખ્ય ફોલ્ટ્સ-મેઈન ફ્રટલ થ્રસ્ટ, મેઈન બાઉન્ડ્રી થ્રસ્ટ- સદીઓથી સીસ્મિક ગેપ્સ એટલે કે ભૂકંપ ન થતા હોય તેવા વિસ્તાર (ક્ષેત્ર)માં રાખવામાં આવેલ છે.

સેન્ટ્રલ હિમાલયમાં છેલ્લા 200 વર્ષથી કોઈ મોટો ભૂકંપ આવ્યો નથી. તેનો અર્થ એવો થાય છે કે આ ક્ષેત્રમાં મોટા પ્રમાણમાં ઊર્જા એકત્રિત થઈ રહી છે, જે કોઈ પણ સમયે ભયાનક ભૂકંપનું સ્વરૂપ ધારણ કરશે.