Supreme Court Verdict: દાદાની સંપત્તિ પર પૌત્રનો દાવો કેટલો યોગ્ય છે, આ અંગે સુપ્રીમ કોર્ટે તેમના નિર્ણયમાં સ્થિતિ સ્પષ્ટ કરી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે પિતા પોતાને વારસામાં મળેલ સંપત્તિથી તેમના દિકરાને બહાર રાખી શકે છે.
સુપ્રીમ કોર્ટે પોતાના તાજેતરના નિર્ણયમાં કહ્યું છે કે કોઈ વ્યક્તિ તેના પિતાની પૈતૃક અથવા પોતાના દ્વારા સર્જન કરેલી સંપત્તિમાં પોતાના હિસ્સાના સંપૂર્ણ માલિક બની જાય છે અને તેઓ તેના પર સંપૂર્ણપણે પોતાનો અધિકાર વ્યક્ત કરી શકે છે. ત્યારબાદ પૌત્ર સાથે સંકળાયેલ સંપત્તિ અંગે મહત્વની ટિપ્પણીમાં કહ્યું કે ત્યા સુધી કે તેઓ દિકરાને પણ બહાર રાખી શકે છે.
29 વર્ષ સુધી ચાલતી કાયદાકીય લડાઈનો અંત લાવતા ન્યાયમૂર્તિ ઓગસ્ટીન જ્યોર્જ મસીહ અને ન્યાયમૂર્તિ સુનીતા અગ્રવાલની ખંડપીઠે પિતાની સંપત્તિના વિભાજન માટે દિકરાની અરજીને નકારી દીધી. દીકરાએ વર્ષ 1997માં આ કેસ દાખલ કર્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ સંપત્તિ પૈતૃક અથવા સંયુક્ત પરિવારની સંપત્તિ છે.
કોર્ટે કહ્યું કે હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ અંતર્ગત પૌત્રને ક્લાસ-1 ઉત્તરાધિકારી માની શકાય નહીં. માટે તે પોતાના દાદાની સંપત્તિમાં હિસ્સાનો દાવો કરી શકાય છે.કલમ-8ને ટાંકી ખંડપીઠે કહ્યું કે એક દીકરો તેના પિતા પાસેથી વારસાદમાં મળેલ સંપત્તિનો સંપૂર્ણ માલિક બની જાય છે, જ્યારે તેમના દિકરાને તે સંપત્તિ પર જન્મથી કોઈ અધિકાર નથી હોતો.
કોર્ટે કહ્યું કે વર્ષ 1956ના કાયદામાં હિન્દુ પર્સનલ લો અંતર્ગત પૌત્રને તેના પિતાના જીવિત રહેતા દાદાની સંપત્તિમાં હિસ્સો માંગવાનો અધિકાર નથી. કોર્ટે કહ્યું કે કલમ 8 એક સ્વતંત્ર રૂપે વાંચન થવું જોઈએ, જે કોઈ જ વારસદારના મૃતક હિન્દુ પુરુષની સંપત્તિના હસ્તાંતરણને નિયંત્રિત કરે છે.
