MahaKumbh 2025: મહાકુંભની સાથે અયોધ્યામાં પણ ભક્તોનો ધસારો, ભીડ વધી જતાં લોકોને કરવી પડી અપીલ

પાછલા 3 દિવસોથી અયોધ્યા આવનાર ભક્તોની સંખ્યામાં વધારો થયો છે. જેના કારણે એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓને રામના દર્શન કરાવવા મુશ્કેલ થઈ રહ્યા છે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Tue, 28 Jan 2025 03:44 PM (IST)Updated: Tue, 28 Jan 2025 03:44 PM (IST)
devotees-gathered-in-ayodhya-amidst-mahakumbh-champat-rai-had-to-make-appeal

MahaKumbh 2025: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળો મહાકુંભ યોજાઈ રહ્યો છે. લાખો કરોડોની સંખ્યામાં ભક્તો પવિત્ર સ્નાનનો આહલાદક અનુભવ પ્રાપ્ત કરી રહ્યા છે. પ્રયાગરાજ મહાકુંભની મુલાકાત લેતા ભક્તો તેની સાથે જ નજીકના ધાર્મિક સ્થળ શ્રી રામ જન્મ જન્મભૂમિ અયોધ્યાની મુલાકાત પણ લઈ રહ્યા છે. જેના કારણે મોટી સંખ્યામાં અયોધ્યામાં પણ ભીડ ઉમટી રહી છે. જેને પગલે મહાસચિવ ચંપત રાયે શ્રદ્ધાળુઓને 15 20 દિવસ બાદ અયોધ્યાની મુલાકાત લેવા અપીલ કરી છે.

અયોધ્યામાં વધી ભક્તોની ભીડ

ચંપત રાયે પત્ર જારીને કરીને જણાવ્યું છે કે મૌની અમાવાસ્યાના દિવસે મુખ્ય સ્નાન 29 જાન્યુઆરીના દિવસે થશે. આ દિવસે લગભગ 10 કરોડ શ્રદ્ધાળુ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવશે. મહાકુંભમાં આવતાં ભક્તો મહાકુંભ બાદ ટ્રેન અને રસ્તા માર્ગે અયોધ્યા પહોંચી રહ્યા છે. જેના કારણે અહીં પણ ભીડ વધી રહી છે.

શ્રદ્ધાળુઓને રામના દર્શન કરાવવા મુશ્કેલ થયા

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવે કહ્યું કે પાછલા 3 દિવસોથી અયોધ્યા આવનાર ભક્તોની સંખ્યામાં વધારો થયો છે. અયોધ્યા ધામની વસ્તી અને આકારને જોતા એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓને રામના દર્શન કરાવવા મુશ્કેલ થઈ રહ્યા છે. લોકોને અસુવિધા પણ થઈ રહી છે. માટે કોઈ પણ અપ્રિય ઘટના ન બને તે માટે પુરતી વ્યવસ્થાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પરંતુ ભીડના કારણે શ્રદ્ધાળુઓને પગપાળા જવું પડી રહ્યું છે.

વસંત પંચમી બાદ નજીકના લોકોને મુલાકાત લેવા અપીલ

આ સાથે જ મહાસચિવે કહ્યું કે આસપાસના વિસ્તારોના શ્રદ્ધાળુઓેને નિવેદન છે કે તેઓએ અયોધ્યા આવવા માટે 15 થી 20 દિવસ બાદ યોજના બનાવે. જેથી કરીને દૂર દૂરના આવનાના ભક્તોને દર્શન કરવામાં સરળતા રહે. જેથી દરેકને સરળતા રહે. વસંત પંચમી બાદ ઘણી રાહત મળશે. ફેબ્રુઆરીમાં હવામાન પણ સારું રહેશે. મહેરબાની કરીને આ અપીલ ધ્યાને લેશો.