Delhi NCR Air Pollution: દિવાળીના સમયમાં દિલ્હીમાં હવામાં સ્મોકની ચાદર છવાઈ, AQI 400 પાર થયો

Delhi NCR Air Pollution:દિવાળીની આતિશબાજી બાદ સોમવારે સવારે દિલ્હી તથા NCRમાં AQI ખૂબ જ ખરાબ થઈ ગયો છે. ઘૂમ્મસ અને ઠારને લીધે અનેક જગ્યાએ વિઝીબિલિટી પણ ઓછી થઈ છે

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 09 Nov 2026 08:27 AM (IST)Updated: Mon, 09 Nov 2026 08:31 AM (IST)
delhi-ncr-air-pollution-a-blanket-of-smog-covers-the-air-in-delhi-during-diwali-aqi-crosses-400

Delhi NCR Air Pollution:દિવાળીની આતિશબાજી બાદ સોમવારે સવારે દિલ્હી તથા NCRમાં AQI ખૂબ જ ખરાબ થઈ ગયો છે. ઘૂમ્મસ અને ઠારને લીધે અનેક જગ્યાએ વિઝીબિલિટી પણ ઓછી થઈ છે. 

દિવાળી બાદ સોમવાર સવારે દિલ્હીની આજુબાજુમાં ગાઢ ધૂમાડો રહ્યો છે. તેનાથી દ્રશ્યતા ઓછી થઈ ગઈ છે અને તે 50 મીટર સુધી પહોંચી ગઈ છે. સવારે સાડા પાંચ વાગે સફદરજંગ એરપોર્ટ પર 350 મીટર નોંધાવેલ છે.

સુપ્રીમ કોર્ટે રવિવારે ઉજવાતી દિવાળી પર રાત્રે 8 થી 10 વાગ્યા સુધી દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR)માં ગ્રીન ફટાકડા ફોડવાની મંજૂરી આપી હતી. જોકે લોકોએ કોર્ટના નિર્દેશની અવગણના કરી અને મોડી રાત સુધી ઉજવણી ચાલુ રાખી હતી. ગ્રીન કલરના નામે પરંપરાગત ફટાકડા પણ પુષ્કળ પ્રમાણમાં સળગાવવામાં આવ્યા હતા.

CPCBના પ્રતિ કલાક આંકડા પ્રમાણે દિલ્હીનું વાયુ પ્રદૂષણનો સૂચકાંક (QI) રાત્રે 10 વાગે 371 રહ્યો. જ્યારે 59 દેખરેખ કેન્દ્રો પૈકી 20 કેન્દ્રો ખાતે આ પ્રદૂષણનું લેવલ રેડ ઝોનમાં નોંધાયું હતું, જેથી શહેરમાં હવાનું ગુણવત્તા ખૂબ જ ખરાબથી ગંભીર લેવલ પહોંચી ગયું.

દરમિયાન સવારે સાત વાગે દિલ્હીમાં QI 368 સાથે ખૂબ જ ખરાબ કેટેગરીમાં હતી. મંગળવાર અને બુધવાર વાયુ ગુણવત્તા ગંભીર કેટેગરીમાં પહોંચી ગયું છે.

સોમવાર સવારે સાત વાગે દિલ્હીના QI 368 સાથે ખૂબ જ ખરાબ કેટેગરીમાં હતા. મંગળવારે અને બુધવારે વાયુ પ્રદૂષણ ગુણવત્તાના ગંભીર કેટેગરીમાં પહોંચવાની આશા છે.