Cyclone Akvan:ભયંકર રુપ લઈ રહ્યું છે અકવાન' ચક્રવાત, 145 Kmph ની ઝડપે ફુંકાશે પવન, જાણો કયા રાજ્યોમાં મચાવી શકે છે તબાહી

ચક્રવાત અકવાનનો ખતરો વધી રહ્યો છે. જેને લઈને ઓડિસા સરકારે મોટી નુકસાનીથી બચવા માટેની તૈયારીઓ શરુ કરી દીધી છે. ઓડિસા સરકાર બે લાખથી વધુ લોકોને સુરક્ષીત સ્થળે પહોંચાડવાની તૈયારીમાં લાગી ગઈ છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 18 Nov 2026 09:19 AM (IST)Updated: Wed, 18 Nov 2026 09:19 AM (IST)
cyclone-akwan-is-intensifying-winds-will-blow-at-a-speed-of-145-kmph

Cyclone Akvan: ચક્રવાત અકવાનનો ખતરો વધી રહ્યો છે. જેને લઈને ઓડિસા સરકારે મોટી નુકસાનીથી બચવા માટેની તૈયારીઓ શરુ કરી દીધી છે. ઓડિસા સરકાર બે લાખથી વધુ લોકોને સુરક્ષીત સ્થળે પહોંચાડવાની તૈયારીમાં લાગી ગઈ છે. ભલે આ ચક્રવાતની ગતિ ઓછી છે પણ તેની તિવ્રતા વધુ છે. જેને લઈને આંધ્ર સહિત દક્ષિણના રાજ્યો એલર્ટ મોડ પર છે.

લોકોને સુરક્ષીત સ્થળે ખસેડવાની તૈયારી

ઓડિસાના વિવિધ જિલ્લામાં જ્યાં ચક્રવાતનો ખતરો વધારે છે તેની ઓળખ કરી લીધી છે અને અંદાજે 204,070 લોકોને સુરક્ષીત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી છે. SRC કાર્યલેય એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે આ ચક્રવાત જેમ જેમ આગળ વધશે તેમ તેમ ગંભીર સ્વરુપ લેશે. આ ચક્રવાત 20 નવેમ્બરે આંધ્ર પ્રદેશના કિનારે ટકરાય તેવી શક્યતા છે ત્યારે બાદ દક્ષિણ ઓડિસા તરફ આગળ વધી શકે છે. આ ચક્રવાત ચેન્નાઈથી 590, વિશાખાપટ્ટનમથી 620, મછલીપટ્ટમથી 620 અને ગોપાલપુરથી અંદાજે 750 કિમી દૂર છે. હાલમાં આ ચક્રવાતની ગતિ ઓછી છે અંદાજ 3 કિમી પ્રતિ કલાકની છે.

વરસાદની આગાહી

હવામાન વિભાગે પણ ચક્રવાતને લઈને એલર્ટ જાહેર કર્યું છે. તેમણે કહ્યું છે કે, આ ચક્રવાત મલકાનગિરિના રસ્તે ઓડિસામાં પ્રવેશ કરી શકે છે.
નોંધનિય છે કે નવેમ્બર મહિનામાં ઠંડીની સાથે સાથે વરસાદનું પણ જોખમ રહેલું છે. બંગાળની ખાડીમાં ઉદભવેલા ચક્રવાત અકવાનના કારણે દક્ષીણના કેટલાક રાજ્યોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. 18 નવેમ્બરે આંધ્ર પ્રદેશ અને ઓડિસાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત તમિલનાડુ, પુંડુચેરીમાં પણ પવન સાથે ભારે વરસાદની શક્યતા છે.

ચક્રવાત ગંભીર સ્વરુપ લેશે

તો બીજી તરફ હવામાન વિભાગે એ પણ જણાવ્યું છે કે, ચક્રવાત ગંભીર સ્વરુપ લેશે અને 19 નવેમ્બરના રોજ તેમની તિવ્રતા વધુ વધશે. હવામાન વિભાગ અનુસાર આ ચક્રવાતના કારણે 145 કિમીની ઝડપે પવન ફુંકાઈ શકે છે. આંધ્ર પ્રદેશમાં આ ઝડપ 120 થી 130 ની આસપાસ રહી શકે છે. હાલમાં આ ચક્રવાત દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય અને તેની નજીક પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીમાં કેન્દ્રીત છે.