Crime News: સોશિયલ મીડિયા પર LIVE થઈને ઊંઘની ગોળીઓ ખાઈને આપઘાત કરવા જઈ રહેલી મહિલા માટે નોઈડા પોલીસ દેવદૂત બનીને આવી હતી. પોલીસની ટીમે દરવાજો તોડીને બેભાન મહિલાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડીને તેનો જીવ બચાવી લીધો છે.
હકીકતમાં સોશિયલ મીડિયામાં શનિવારે સાંજે 4 મિનિટનો એક વીડિયો સામે આવ્યો તો. જેમાં એક મહિલા ભાવુંક થઈને પોતાના પતિ સહિત સાસરિયા પર સનસનીખેજ આક્ષેપ કરીને ઊંઘની ગોળીઓ ખાઈ લે છે. આ વીડિયો ધ્યાને આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં આ વીડિયો સેક્ટર 110 સ્થિત એક સોસાયટીનો હોવાનું માલૂમ પડ્યું હતુ.
આથી હરકતમાં આવેલી પોલીસની એક ટીમ તાત્કાલિક તે ઘરમાં પહોંચી હતી. જ્યાં મહિલાએ રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. પોલીસે દરવાજો ખખડાવવા છતાં મહિલાએ દરવાજો ના ખોલતા તોડી નાંખવામાં આવ્યો હતો. જે બાદ અંદર પહોંચેલી પોલીસે જોતાં મહિલા બેડ ઉપર બેશુદ્ધ પડી હતી. આથી તાત્કાલિક મહિલાને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં હાલ તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
