Ramlila Maidan Rally:ઐતિહાસિક રામલીલા મેદાનમાં રવિવારે વિપક્ષી ઈન્ડી ગઠબંધન દ્વારા યોજવામાં આવેલ રેલીને લઈ ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે.
કેન્દ્રીય પ્રધાન કિરણ રિજિજુએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે વિપક્ષી પાર્ટીઓએ રેલીમાં ભારે ભીડ દેખાડવા AIથી તૈયાર ફર્જી તસવીરોની મદદ લીધી છે.
કેન્દ્રીય પ્રધાન કિરણ રિજિજુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ અંગે તેલંગાણાથી કોંગ્રેસ સાંસદ વામસી ગડ્ડુમ અને અન્ય નેતાઓ દ્વારા શેર કરવામાં આવેલ તસવીરોને પોસ્ટ કરતાં કટાક્ષ કર્યો છે. રિજિજુએ લખ્યું કે રામલીલા મેદાનને ખિચોખીચ દેખાડવા માટે કોંગ્રેસ દ્વારા ફેક નેરેટિવ ટીમ AIથી તૈયાર નકલી તસવીરો પણ બનાવી શકી નથી.
આ તસવીરોને કોંગ્રેસના અનેક સમર્થકો સાથે ભૂતપૂર્વ સાંસદ અને કોંગ્રેસ કાર્યસમિતિના સભ્ય જગદીશ ઠાકોરે પણ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કર્યું હતું. સોશિયલ મીડિયા યુઝર્સે આ તસવીરને તત્કાલિક પકડી લીધુ અને આ સાથે એવો કરવામાં આવ્યો છે કે મંચ ર દેખાતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના ચહેરા અને મૂળ રેલીના મંચની અસલી તસવીરો બિલકુલ અલગ છે.
BJP એ રેલીને ફ્લોપ શો ગણાવી
ભાજપે રવિવારે આ રેલીને સંપૂર્ણપણે ફ્લોપ શો ગણાવી હતી. સત્તારૂઢ પક્ષના નેતાઓ સોશિયલ મીડિયા પર ખાલી ખુરશીઓની તસવીરો અને વીડિયો શેર કરી દાવો કર્યો કે મેદાનમાં ઓછામાં ઓછો 40 ટકા ભાગ ખાલી પડ્યો હતો.ભાજપના પ્રવક્તા અને સાંસદ સંબિત પાત્રાએ કહ્યું કે રેલી અગાઉ કોંગ્રેસે 10 લાખ લોકો એકત્રિત થવાનો દાવો કર્યો હતો. જોકે હકીકતમાં 40 ટકા મેદાન ખાલી હતું.
