Rahul and Siddaramaiah animated video controversy: લોકસભા ચૂંટણી 2024 વચ્ચે કોંગ્રેસે ભાજપના ત્રણ અગ્રણી નેતા વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ભાજપે તેના સોશિયલ મીડિયા પર એક કથિત વીડિયો શેર કર્યો છે જેમાં અનુસૂચિત જાતિ અને જનજાતિના સભ્યોને કોઈ ચોક્કસ ઉમેદવારને મત ન આપવા માટે ધમકી આપવામાં આવી રહી છે.
Congress files a complaint against BJP national president JP Nadda, BJP social media in-charge Amit Malviya, BJP state president BY Vijayendra over a video posted by BJP Karnataka on their social media for allegedly intimidating members of Schedule caste or tribe to not vote for… pic.twitter.com/L0js2KjVRh
— ANI (@ANI) May 5, 2024
કોંગ્રેસે આ વીડિયોને લઈને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, પાર્ટીના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ અમિત માલવિયા અને કર્ણાટક બીજેપી અધ્યક્ષ બી વાય વિજયેન્દ્ર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપે એનિમેટેડ વીડિયો શેર કરીને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા ને ખોટી રીતે દર્શાવ્યા છે. જે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન છે.
કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા અને કોમ્યુનિકેશન હેડ રમેશ બાબુએ મુખ્ય ચૂંટણી અધિકારીને આ પત્ર લખ્યો છે. ચૂંટણી પંચને લખેલા પત્રમાં ભાજપ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોની લિંક અને પોસ્ટ પણ શેર કરવામાં આવી છે.
