માતાના મૃતદેહનો જોઈ ભાવુક થયા CM યોગી, ભીની આંખો સાથે આપી અંતિમ વિદાઈ

Uttarakhand: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તરાખંડના પંચૂર ગામમાં પોતાની માતા સાવિત્રી દેવીને ભાવુક વિદાય આપી. તેમણે ભીની આંખો સાથે માતાની અર્થીને કાંધ આપી અને હરિદ્વાર ખાતે અંતિમ સંસ્કાર માટે નીકળ્યા.

By: Nilesh JethvaEdited By:Nilesh JethvaPublish Date: Sat, 21 Nov 2026 10:56 AM (IST)Updated: Sat, 21 Nov 2026 10:56 AM (IST)
cm-yogi-adityanath-mother-passes-away-cremation-to-be-held-in-haridwar
સીએમ યોગી આદિત્યનાથે માતાની અર્થીને કાંધ આપી

Uttarakhand: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સીએમ યોગી આદિત્યનાથે શનિવારે ઉત્તરાખંડના પંચૂર ગામ ખાતે પોતાની માતાને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન તેઓ ખુબ ભાવુક થઈ ગયા ગયા હતા. ત્યાર બાદ તેઓ અંતિમયાત્રા માટે ચંડીઘાટ ખાતે નિકળ્યા હતા. તેમણે ભીની આંખો સાથે માતા સાવિત્રી દેવીને અંતિમ વિદાઈ આપી હતી

માતાની અર્થીને કાંધ આપતા સમયે સીએમની આંખમાં આંસુ આવી ગયા

આ અંગે વિગતે વાત કરીએ તો, સીએમ યોગી માતાનું નિધન શુક્રવારે પંચૂર ગામમાં થયું હતું ત્યાંથી તેમની અંતિમયાત્રા હરિદ્વાર ખાતે નિકળી હતી. આ અવસરે સીએમ યોગી ખુબ ભાવુક જોવા મળ્યા હતા. માતાની અર્થીને કાંધ આપતા સમયે સીએમ યોગીની આંખમાં આંસુ આવી ગયા હતા. તેમના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં પરિવારના સભ્યોની સાથે સાથે અન્ય લોકો પણ જોડાયા હતા.

શુક્રવારે સાવિત્રી દેવીએ અંતિમ શ્વાસ લીધા હતા

તમને જણાવી દઈએ કે, શુક્રવારે સાવિત્રી દેવીએ અંતિમ શ્વાસ લીધા હતા. સીએમ યોગીની માતાના અંતિમ સંસ્કારમાં અનેક રાજકીય હસ્તીઓ હાજર રહી શકે છે. જેમાં ઉત્તરાખંડના સીએમ અને તેમના મંત્રીઓની સાથ સાથે બીજેપીના અન્ય નેતાઓ પણ સામેલ થઈ શકે છે.

પૈતૃક ગામમાં નિકળી અંતિમયાત્રા

સીએમ યોગીની માતા સાવિત્રી દેવીની અંતિમયાત્રા તેમના પૈતૃક ગામ પંચૂર ખાતે નિકળી હતી. આ દરમિયાન હર હર મહાદેવ અને રામ નામ સત્ય હૈ ના નારા લગાવવામાં આવ્યા હતા. સીએમ યોગી આ દરમિયાન એકીટશે માતાના મૃતદેહને જોતા રહ્યા હતા અને આંખમાંથી આંસુ વહેવા લાગ્યા હતા. સીએમના માતાના અંતિમ સંસ્કારની તૈયારીઓ ચંડીઘાટ ખાતે કરવામાં આવી રહી છે.

શુક્રવારે સાંજે જ તેમના પૈતૃક ગામે આવી પહોંચ્યા હતા સીએમ

તમને જણાવી દઈએ કે, માતાના મૃત્યુના સમાચાર મળતા જ સીએમ યોગી શુક્રવારે સાંજે જ તેમના પૈતૃક ગામે આવી પહોંચ્યા હતા. તેમણે માતાના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરી પૂષ્પ અર્પણ કર્યા હતા. આ ઉપરાંત તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી છે.