'SIR સામે CJP ની લડાઈ યથાવત રહેશે', અભિજીત દીપકેએ કરી મોટી જાહેરાત

શનિવારે કોચ્ચિમાં યોજાયેલ 'જંતર-મંતર એટ કોચ્ચિ' વિરોધ પ્રદર્શન દરમિયાન અભિજીત દીપકે દ્વારા સંબોધિત કરવામાં આવ્યું હતું.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 07 Nov 2026 11:29 PM (IST)Updated: Sat, 07 Nov 2026 11:30 PM (IST)
cjp-protest-over-sir-and-chief-election-commission-abhijit-dipke-kochi-statement

CJP Protest News: કોકરોચ જનતા પાર્ટી (CJP) સ્થાપક અભિજીત દીપકેએ કોચ્ચિ ખાતે SIR મુદ્દે મુખ્ય ચૂંટણી કમિશનર સામે વિરોધ પ્રદર્શન અંગે જાહેરાત કરી છે કે SIR સામેની તેમની લડાઈ સતત ચાલુ રહેશે. શનિવારે કોચ્ચિમાં યોજાયેલ 'જંતર-મંતર એટ કોચ્ચિ' વિરોધ પ્રદર્શનને સંબોધિત કરતા અભિજીત દીપકેએ આ જાહેરાત કરી હતી.

આ વિરોધ પ્રદર્શન અગાઉ કોચ્ચિ એરપોર્ટ પર પત્રકારો સાથે વાતચીત કરતા અભિજીત દીપકેએ જણાવ્યું હતું કે, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામેનું આ અભિયાન ત્યાં સુધી ચાલુ રહેશે, જ્યાં સુધી દેશમાં એક સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી પ્રણાલી સ્થાપિત ન થઈ જાય.

અભિજીત દીપકેએ એવો પણ આરોપ લગાવ્યો કે, વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનરના કાર્યકાળ દરમિયાન યોજાનારી ચૂંટણીઓ પર ભરોસો કરી શકાય તેમ નથી. એક ચોક્કસ રાજકીય પક્ષને ફાયદો પહોંચાડવાના હેતુથી ચૂંટણીમાં હેરાફેરી કરવામાં આવી રહી છે.

વધુમાં, અભિજીત દીપકેએ દાવો કર્યો કે, સમગ્ર દેશમાં મતદાતાઓની યાદીમાંથી નાગરિકોના નામો હટાવવામાં આવી રહ્યા છે અને SIR પ્રક્રિયાથી દેશનું કોઈ પણ રાજ્ય અગળું રહ્યું નથી. શનિવારે પોતાના સંબોધન દરમિયાન અભિજીત દીપકેએ દાવો કર્યો હતો કે વર્ષ 2029 ની લોકસભા ચૂંટણીમાં મોદી સરકાર સત્તામાંથી બહાર થઈ જશે.