CJP નેતા સૌરભ દાસ અને આશુતોષ રાંકાને દિલ્હી પોલીસે ફરી કસ્ટડીમાં લીધા, જંતર-મંતર પહોંચ્યા હતા

જંતર-મંતરમાં વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી ન હોવા છતાં બંને નેતાઓ જંતર-મંતર પહોંચ્યા હતા.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 13 Oct 2026 10:19 AM (IST)Updated: Tue, 13 Oct 2026 10:19 AM (IST)
cjp-leaders-saurabh-das-and-ashutosh-ranka-detained-by-delhi-police-at-jantar-mantar
આશુતોષ રાંકા-સૌરભ દાસ

CJP Leaders Detained: દિલ્હી પોલીસે કોકરોચ જનતા પાર્ટી (CJP) ના મુખ્ય પ્રવક્તા સૌરભ દાસ અને રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રાંકાને જંતર-મંતર પરથી કસ્ટડીમાં લઈ લીધા છે. દિલ્હી પોલીસના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરવા તેમજ સભા યોજવાની મંજૂરી ન હોવા છતાં બંને નેતાઓ જંતર-મંતર પહોંચ્યા, જેના કારણે પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.

₹50 હજારના બોન્ડ પર મળ્યા હતા જામીન

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ CJP નેતાઓ અભિજીત દીપકે, સૌરભ દાસ અને આશુતોષ રાંકાને દિલ્હી પોલીસે સાવચેતીના ભાગરૂપે કસ્ટડીમાં લીધા હતા. તે પછી દિલ્હીની સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કોર્ટે તેમને 1 વર્ષ સુધી શાંતિ અને સારું વર્તન જાળવી રાખવાની શરતે ₹50 હજારના જામીન બોન્ડ ભરાવ્યા બાદ જામીન પર મુક્ત કર્યા હતા.

શરતના ભંગ બાદ અટકાયત, સુરક્ષા વધારી

દિલ્હી કોર્ટ દ્વારા આપવામાં આવેલા જામીનની શરતો અને જંતર-મંતર પર લાગુ કરવામાં આવેલા પ્રતિબંધ છતાં બંને નેતાઓ ઘટનાસ્થળે પહોંચી જતાં પોલીસે તેમની ફરીથી અટકાયત કરી લીધી છે. આ ઘટના બાદ અગમચેતીના ભાગરૂપે વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી દેવામાં આવી છે.