CJP ના સ્થાપક અભિજીત દીપકેને થયો ટાઇફોઇડ: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સુધી લડાઈ ચાલુ રાખવાની જાહેરાત

આંદોલનકારીઓનો ઉત્સાહ જાળવી રાખવા માટે અભિજીત દીપકે અને પાર્ટીના પ્રવક્તાઓએ વારંવાર ભીડને સંબોધિત કરી હતી.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sat, 25 Jul 2026 10:51 AM (IST)Updated: Sat, 25 Jul 2026 10:51 AM (IST)
cjp-founder-abhijit-deepak-typhoid-demand-dharmendra-pradhan-resignation
અભિજીત દીપકે

Abhijit Deepake Typhoid: કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સ્થાપક અભિજીત દીપકે ટાઇફોઇડથી પીડિત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. દીપકે પોતે પોતાના સત્તાવાર X એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને આ અંગે માહિતી આપી હતી. આ સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પોતાના પદ પરથી રાજીનામું ન આપે ત્યાં સુધી તેમનો આ સંઘર્ષ સતત જારી રહેશે.

વિરોધ સ્થળે સુરક્ષા વ્યવસ્થા કડક

સંસદ માર્ગ પર સ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે લાઉડસ્પીકર લગાવવામાં આવી રહ્યા છે અને ભારે સુરક્ષા ખડકી દેવામાં આવી છે. દરેક પ્રવેશદ્વાર પર ચહેરા ઓળખી શકે તેવા વિશિષ્ટ વાહનો તૈનાત કરવામાં આવ્યા છે, જેથી ત્યાંથી પસાર થતી દરેક વ્યક્તિ પર ઝીણવટભરી નજર રાખી શકાય.

વડાપ્રધાન મોદીના હસ્તક્ષેપ બાદ આંદોલનકારીઓની સંખ્યા ઘટી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તક્ષેપ અને CJP સાથે વાટાઘાટો શરૂ થયા બાદ વિરોધ પ્રદર્શનમાં ઘટાડો જોવા મળ્યો છે. શુક્રવારે જંતર-મંતરથી લઈને ટોલ્સટોય રોડ અને સંસદ માર્ગ સુધીના સમગ્ર વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોની સંખ્યામાં આશરે 25 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

આંદોલનકારીઓનો ઉત્સાહ જાળવી રાખવા માટે અભિજીત દીપકે અને પાર્ટીના પ્રવક્તાઓએ વારંવાર ભીડને સંબોધિત કરી હતી. દીપકે આશંકા વ્યક્ત કરી હતી કે સરકાર રાત્રિના સમયે તેમની અટકાયત અથવા ધરપકડ કરી શકે છે. તેમણે લોકોને અપીલ કરી હતી કે વીકેન્ડમાં મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ શકે તેમ હોવાથી તેઓ સ્થળ પર જ ડરેલા રહ્યા વગર રોકાઈ રહે, છતાં આ અપીલની ખાસ અસર જોવા મળી ન હતી.

કન્હૈયા કુમારની અટકાયત અને રાષ્ટ્રવ્યાપી પ્રદર્શન નિષ્ફળ

આંદોલન સ્થળે સમર્થન આપવા પહોંચેલા કોંગ્રેસ નેતા કન્હૈયા કુમારની પોલીસે અટકાયત કરી હતી. તે દરમિયાન સંસદ માર્ગ પર પ્રદર્શનકારીઓએ બેરિકેડ્સ હટાવી દીધા હતા, જોકે સુરક્ષા કર્મચારીઓએ પૂરી ધૈર્ય અને સંયમપૂર્વક સ્થિતિ સંભાળી હતી. બીજી તરફ, CJP દ્વારા શુક્રવારે આપવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનના આહ્વાનને પણ દેશભરમાં બહુ મોટો પ્રતિસાદ મળ્યો ન હતો. વિવિધ વિદ્યાર્થી સંગઠનોને દરેક જિલ્લામાં વિરોધ નોંધાવવા અપીલ કરાઈ હતી, પરંતુ મુંબઈ અને કેટલાક જૂના વિસ્તારો સિવાય દેશમાં ક્યાંય પણ મોટી ભીડ જોવા મળી ન હતી.