CJP Chief Abhijit Dipke News:CJP નેતા અભિજીત દીપકેના દાદીનું 85 વર્ષની વયે અવસાન, પરિવાર બન્યો શોકમગ્ન

રાજધાની દિલ્હી પહોંચતાની સાથે જ CJP નેતા અભિજીત દીપકેને દિલ્હી પોલીસ દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યો છે. આ દરમિયાન દીપકે માટે તેના પરિવારમાંથી એક માઠા સમાચાર આવ્યા છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 10 Oct 2026 04:39 PM (IST)Updated: Sat, 10 Oct 2026 04:39 PM (IST)
cjp-chief-abhijit-dipkes-grandmother-passes-away-family-in-mourning

CJP Chief Abhijit Dipke Update: રાજધાની દિલ્હી પહોંચતાની સાથે જ CJP નેતા અભિજીત દીપકેને દિલ્હી પોલીસ દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યો છે. આ દરમિયાન દીપકે માટે તેના પરિવારમાંથી એક માઠા સમાચાર આવ્યા છે. અભિજીત દીપકેના દાદી સાવિત્રીબાઈ શંકર દીપકેનું 85 વર્ષની વયે અવસાન થયું છે.

મળતી માહિતી પ્રમાણે અભિજીત દીપકેના દાદી સાવિત્રીબાઈ શંકર દીપકેએ તેમના પૈતૃક ગામ સંતુક પિંપરી, હિંગોલીમાં જ અંતિમ શ્વાસ લીધા હતા. દાદીનું અવસાન થયું છે ત્યારે અભિજીત દીપકે અત્યારે પોલીસ અટકાયતમાં છે.

IGI એરપોર્ટથી ડિટેન કરાયો

બીજીબાજુ અત્યારે પ્રશ્ન એ છે કે શું દીપકે પરત મુંબઈ આવશે કે કેમ. દિલ્હી પોલીસ અભીજીત દીપકેને IGI એરપોર્ટથી વિમાનમાં જ ડિટેન કર્યાં બાદ ગુરુગ્રામ લઈ જવામાં આવ્યો છે. જોકે, સૌરભ દાસ અને આશુતોષ રાંકાને અલગ-અલગ જગ્યા પર લઈ જવામાં આવ્યા છે. જેથી દિલ્હીમાં કોઈ જગ્યાએ ભીડ એકત્રિત ન થાય.

એક જ વિમાનથી પહોંચ્યા હતા ત્રણેય નેતા

દિલ્હી પોલીસની માહિતી પ્રમાણે કોકરોચ જનતા પાર્ટી(CJP)ના ત્રણેય મોટા નેતા અભિજીત દીપકે, સૌરભ દાસ અને આશુતોષ રાંકા એક જ વિમાનથી દિલ્હી પહોંચ્યા હતા. IGI એરપોર્ટ પર પહોંચતા ત્યાં રહેલી દિલ્હી પોલીસે તેમને વિમાનમાં જ અટકાયત હેઠળ લઈ લીધા હતા.