Chhattisgarh Encounter: છત્તીસગઢના સુકમા જિલ્લામાં સુરક્ષા દળોએ નક્સલવાદ વિરુદ્ધ હાથ ધરેલા અભિયાનમાં એક મોટી સફળતા મેળવી છે. ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG) ના જવાનોએ સુકમાના વિસ્તારમાં ચલાવેલા સર્ચ ઓપરેશન દરમિયાન 12 નક્સલીઓને ઠાર કર્યા છે.
કિસ્તાવરમ વિસ્તારમાં કલાકો સુધી ચાલી અથડામણ
માહિતી અનુસાર સુરક્ષા દળોએ સુકમાના કિસ્તાવરમ વિસ્તારમાં નક્સલીઓની ગતિવિધિઓને રોકવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન નક્સલીઓ અને જવાનો વચ્ચે સામસામે ભીષણ અથડામણ થઈ હતી. ઘણા કલાકો સુધી ચાલેલા આ ગોળીબાર બાદ સુરક્ષા દળોએ 12 નક્સલીઓને ઠાર કરવામાં સફળતા મેળવી હતી.
ઘટનાસ્થળેથી આધુનિક હથિયારોનો જથ્થો
સુરક્ષા દળોને નક્સલીઓ પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો મળી આવ્યા છે. જવાનોએ ઘટનાસ્થળેથી Ak-47 અને ઇન્સાસ (INSAS) રાઇફલ્સ જેવા આધુનિક હથિયારો કબજે કર્યા છે. હાલમાં તે વિસ્તારમાં સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ હોવાની માહિતી મળી રહી છે.
