LIVE BLOG

Cyclone Michaung Highlights: ચેન્નઈમાં તબાહી મચાવી આંધ્રપ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત મિચૌંગ, તમિલનાડુમાં પણ એલર્ટ

Cyclone Michaung Live Tracker And Location Highlights: 2 ડિસેમ્બરે બંગાળની ખાડીમાંથી ઉદભવેલા ચક્રવાતી તોફાન મિચૌંગે દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં તબાહી મચાવી છે.

By: Akshatkumar PandyaEdited By:AkshatKumar PandyaPublish Date: Tue, 05 Dec 2023 10:30 AM (IST)Updated: Wed, 11 Dec 2024 11:40 AM (IST)
chennai-cyclone-michaung-live-tracker-updates-live-5-december-location-tracking-status-wind-speed-path-satellite-image-map-bay-of-bengal-imd-warnings-latest-updates-in-gujarati

Cyclone Michaung Live Tracker And Location Highlights: 2 ડિસેમ્બરે બંગાળની ખાડીમાંથી ઉદભવેલા ચક્રવાતી તોફાન મિચૌંગે દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં તબાહી મચાવી છે. તમિલનાડુના અનેક જિલ્લાઓમાં વરસાદને કારણે પાણીનો ભરાવો એટલો ગંભીર બની ગયો છે કે એરપોર્ટથી લઈને લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. ત્યાં છ લોકોના મોત પણ થયા છે. આજે બપોરે 12 વાગ્યા પહેલા ચક્રવાતી તોફાન મિચોંગ આંધ્રપ્રદેશ અને તમિલનાડુના દરિયાકાંઠે ટકરાશે જ્યારે તેની ઝડપ 110 KMPH રહેવાની ધારણા છે. હાલમાં તે 11KMPHની ઝડપે આગળ વધી રહ્યું છે.

મિચૌંગ 5 ડિસેમ્બર સુધીમાં નેલ્લોર અને માછલીપટ્ટનમ વચ્ચે દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાશે તેવી શક્યતા છે. આ સમયગાળા દરમિયાન, પવન 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાય તેવી શક્યતા છે.