LIC Housing Finance:એસેલ ગ્રુપ(Essel Group)ના માલિક સુભાષ ચંદ્રા સામે CBIએ કાર્યવાહી કરી છે. LIC હાઉસિંગ ફાયનાન્સની ફરિયાદના આધાર પર CBIએ ચંદ્રા અને એસેલ ગ્રુપની કંપનીઓ સામે FIR દાખલ કરવામાં આવી છે.NCLTના ચુકાદા બાદ નોંધવામાં આવેલ ફરિયાદમાં સુભાષ ચંદ્રા અને એસેલ ગ્રુપની ત્રણ કંપની, તેમના ડિરેક્ટરો પર રૂપિયા 1322 કરોડની છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. FIRમાં અજ્ઞાત સરકારી અધિકારીઓને પણ આરોપી બનાવવામાં આવ્યા છે.
LIC હાઉસિંગ ફાયનાન્સ દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં સુભાષ ચંદ્રા વિદેશ ભાગીજવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તેમાં FIR નોંધવાની જરૂરિયાત દર્શવતા કહ્યું કે આરોપિ અનેક વખત દેશ છોડીને ભાગી જવાની ઈચ્છા વ્યક્ત કરી ચુક્યા છે.માટે CBI શક્ય એટલા જલ્દીથી સમગ્ર કિસ્સામાં લોનની રકમના મૂળ લાભાર્થી ને તેમાં સામેલ આરોપી સામે પૂરાવા એકત્રિત કરી કાર્યવાહી કરે. FIR CBIના દિલ્હી વડામથક ખાતે આવેલ બેન્કિંગ એન્ડ સિક્યુરિટી ફ્રોડ ડિવિઝનમાં નોંધવામાં આવી છે.
CBIએ FIR દાખલ કરી
27 ઓગસ્ટના રોજ NCLTના ચુકાદાના ચાર દિવસ બાદ 31 ઓગસ્ટના રોજ LIC હાઉસિંગ ફાયનાન્સે ફરિયાદ કરી અને CBIએ તે જ દિવસે FIR નોંધી લીધી હતી. એવું માનવામાં આવે છે કે જલ્દીથી આ કેસમાં સુભાષ ચંદ્રા સહિત તમામ આરોપીની જલ્દીથી પૂછપરછ શરૂ કરવામાં આવશે.
LIC હાઉસિંગ ફાયનાન્સની ફરિયાદ પ્રમાણે રૂપિયા 500 કરોડ અને રૂપિયા 480 કરોડ લોનની સુવિધા ચંદ્રાએ વ્યક્તિગત ગેરન્ટી હતી. આ સિલસિલામાં જમા કરવામાં કરવામાં આવેલ નેટવર્થ સર્ટીફિકેટમાં તેમની નેટવર્થ આશરે રૂપિયા 59,113 કરોડ દર્શાવી હતી. જ્યારે બીજામાં રૂપિયા 40,562 કરોડ દર્શાવી હતી. જોકે બાદમાં વ્યક્તિગત નાદારીની કાર્યવાહી દરમિયાન ચંદ્રાએ આ નેટવર્થ હોવાનો ઈન્કાર કર્યો હતો અને વર્ષ 2024માં ફક્ત રૂપિયા 31.79 કરોડની નેટવર્થ દર્શાવી.
