Jammu And Kashmir:જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં ગુરુવારે ગુમ થયેલા બે સ્પેશિયલ પોલીસ ઓફિસર(SPO)ને ગોળી માર્યાંની ઘટના બાદ મૃતદેહ મળી આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે તેમના મૃતદેહ અંતરિયાળ વિસ્તારમાંથી મળી આવ્યા હતા.
મૃતકોની ઓળખ 57 વર્ષના બાબી ચંદ અને 45 વર્ષના રશપાલ કુમાર તરીકે થઈ છે. બંને સ્થાનિક પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) માં તૈનાત હતા. તેઓ દછનના કિયાર ગામમાં તૈનાત હતા. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે બંને સૈનિકો બુધવારે તેમના કેમ્પથી ધરણા-મારવાહમાં આર્મી પોસ્ટ તરફ જઈ રહ્યા હતા ત્યારે તેઓ ગુમ થઈ ગયા હતા.
સર્વિસ રાઇફલ્સ પણ ગુમ
બંને સૈનિકોના મૃતદેહ મળી આવ્યા છે, પરંતુ તેમના સર્વિસ હથિયારો મળ્યા નથી. તેથી, આ ઘટનામાં આતંકવાદીઓનો હાથ હોવાની શંકા છે. આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. આ સૈનિકો જે વિસ્તારમાં ગુમ થયા હતા તે વિસ્તાર આતંકવાદીઓના પ્રભાવ હેઠળ હોવાનું કહેવાય છે.
