BMC Election Exit Poll: મુંબઈની સૌથી શક્તિશાળી મ્યુનિસિપલ સંસ્થા બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની ચૂંટણી માટેના એક્ઝિટ પોલમાં ભાજપ અને એકનાથ શિંદેની શિવસેનાને ફાયદો થતો જોવા મળ્યો છે. ત્રણ અલગ અલગ એક્ઝિટ પોલ્સ અનુસાર, આ ગઠબંધન સત્તાની રેસમાં આગળ છે.
ઉદ્ધવ-રાજ ઠાકરે ગઠબંધન ક્યાં પાછળ રહ્યું ?
એક્ઝિટ પોલ્સ કહે છે કે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેની સંયુક્ત શિવસેના (UBT) અને મનસેને મરાઠા અને મુસ્લિમ મતોનો ફાયદો થઈ શકે છે. દરમિયાન ઉત્તર ભારતીય અને દક્ષિણ ભારતીય મતદારોએ મોટી સંખ્યામાં ભાજપને ટેકો આપ્યો છે.
ટ્રેન્ડ્સ અનુસાર યુવા મતદારો અને મહિલાઓ પણ આ વખતે ભાજપ તરફ ઝુકાવ ધરાવતા હોય તેવું લાગે છે. જોકે એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે એક્ઝિટ પોલ હંમેશા સચોટ હોતા નથી.
એક્ઝિટ પોલ મુજબ, કોને કેટલી બેઠકો મળશે ?
જેવીસી એક્ઝિટ પોલ મુજબ, ભાજપને 138 બેઠકો મળી શકે છે જ્યારે ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) રાજ ઠાકરેની મનસેને મળીને 59 બેઠકો મળવાનો અંદાજ છે. સર્વેમાં કોંગ્રેસને 23 બેઠકો મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
એક્સિસ માય ઇન્ડિયા ભાજપ અને શિંદેની શિવસેનાને મળીને 131 થી 151 બેઠકો મળવાનો અંદાજ છે. શિવસેના (UBT) ગઠબંધનને 58 થી 68 બેઠકો મળવાનો અંદાજ છે.
સકલ (Sakal) એક્ઝિટ પોલ મુજબ ભાજપ અને શિવસેનાને 119 બેઠકો મળશે , જ્યારે શિવસેના (UBT)ને 75 બેઠકો મળવાની ધારણા છે, જ્યારે કોંગ્રેસને 20 થી વધુ બેઠકો મળવાની શક્યતા ઓછી છે.
