BJP's mission GEN-Z:ભાજપનું મિશન GEN-Z, યુવાનોનો સંપર્ક સાધવા તૈયાર કરાયેલી ટીમમાં હર્ષ સંઘવી સહિત નીતિન નવીન અને સ્મૃતિ ઈરાનીને સામેલ કરાયા

BJP's mission GEN-Z:દેશભરમાં યુવા પેઢી અને જનરેશન ઝેડ(Gen Z)ના નવા મતદાતાઓ સાથે સીધો જ સંપર્ક સ્થાપિત કરવા માટે રાજકીય પક્ષો વચ્ચે ભારે ખેંચતાણ ચાલી રહી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 22 Aug 2026 04:42 PM (IST)Updated: Sat, 22 Aug 2026 04:42 PM (IST)
bjps-mission-genz-to-reach-out-to-the-youth-the-team-prepared-includes-harsh-sanghvi-nitin-naveen-and-smriti-irani-included

BJP's mission GEN-Z:દેશભરમાં યુવા પેઢી અને જનરેશન ઝેડ(Gen Z)ના નવા મતદાતાઓ સાથે સીધો જ સંપર્ક સ્થાપિત કરવા માટે રાજકીય પક્ષો વચ્ચે ભારે ખેંચતાણ ચાલી રહી છે. આ સંજોગોમાં ભાજપે પણ Gen-Z સુધી પોતાની પહોંચ અને વિચારોને પહોંચાડવા માટે આઉટરીચ પ્રોગ્રામની એક વ્યૂહરચના તૈયાર કરી છે. આ અભિયાનને જમીની સ્તર પર લાવવા માટે સિનિયર તથા યુવા નેતાઓની એક ઉચ્ચસ્તરીય ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમમાં ખાસ વાત એ છે કે ગુજરાતના ગૃહ પ્રધાન અને ભાજપના સૌથી યુવા નેતાઓમાં સ્થાન ધરાવતા હર્ષ સંઘવીને સ્થાન આપવામાં આવ્યું છે.

અગ્રણી ચહેરાઓમાં શુકાન સોંપવામાં આવ્યું

પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનના માર્ગદર્શનમાં બનેલી આ ટીમમાં રાષ્ટ્રીય મહાસચિવ સ્મૃતિ ઈરાની અને વિનોદ તાવડે ઉપરાંત ગુજરાત રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને છત્તીસગઢના મંત્રી ઓપી ચૌધરી સહિત અનેક અગ્રણી નેતાઓનો સમાવેશ થાય છે. આ ટીમ યુવાનોની આકાંક્ષા, રોજગારીની ચિંતા અને અપેક્ષાઓને સમજવા માટે સીધા સંવાદના કાર્યક્રમનું આયોજન કરશે. પાર્ટીનો ઉદ્દેશ અનુભવી રણનીતિકારો અને યુવા નેતૃત્વ સાથે તાલમેલ કેળવવા Gen-Z સુધી પક્ષના વિચારોને પહોંચાડવાનો છે.

કોંગ્રેસ પણ યુવાનો સાથે સીધો સંપર્ક સાધવા પ્રયત્નશીલ

બીજીબાજુ વિપક્ષ પણ યુવાનોને આકર્ષિત કરવા માટે શક્ય તમામ પ્રયત્ન કરી રહ્યું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિદ્યાર્થીઓની ગુંજ કાર્યક્રમનું નેતૃત્વ કરી દેશના વિવિધ શહેરોમાં જઈ યુવાન સાથે સંવાદ કરી રહ્યા છે