Pahalgam Terror Attack: પહેલગામ પર થયેલા આતંકી હુમલાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાને લઈને 2.30 કલાકની બેઠક યોજાઈ હતી, જેમાં સિંઘુ જળ સંધિને રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને રાજનીતિક સ્વરુપ આપતા ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું હતું કે પાકિસ્તાની હવે પાણી વિના મરશે, આ છે 56 ઈંચની છાતી…
સિંઘુ જળ સંધિ પર ભાજપના સાંસદે શું કહ્યું
આ પણ વાંચો
નિશિકાંત દૂબેએ એક્સ એકાઉન્ટ પર જણાવ્યું કે સાપને પાણી પીવડાવનાર સિંઘુ જળ સંધિ કરારના નાયક નેહરુએ 1960 માં નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરવાના ચક્કરમાં સિંધુ, રાવી, વ્યાસ, ચિનાબ, સતલુજનું પાણી આપીને હિન્દુસ્તાનનું લોહી વહાવ્યું.આજે મોદીએ તેનું પાણી બંધ કરી દીધું છે. આ છે 56 ઈંચની છાતી. અમે સનાતની ભાજપાના કાર્યકર્તા છીએ, તડપાવી તડપાવીને મારીશું.
सॉंप को पानी पिलाने वाले समझौते के नायक नेहरु जी जिन्होंने 1960 में नोबेल पुरस्कार प्राप्त करने के चक्कर में सिंधु,रावी,व्यास,चिनाब,सतलुज का हमारा पानी पिलाकर हिंदुस्तानी का ख़ून बहाया,आज मोदी जी दाना पानी बंद कर दिया ।बिना पानी के पाकिस्तानी मरेंगे यह है 56 इंच का सीना…
— Dr Nishikant Dubey (@nishikant_dubey) April 23, 2025
સિંધુ જળ સંધિ શું છે ?
સિંધુ જળ સંધિ 1960માં ભારતના તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ અયુબ ખાન વચ્ચે થઈ હતી. આ અંતર્ગત ભારતને પૂર્વીય નદીઓ રાવી, બિયાસ, સતલુજ પર સંપૂર્ણ અધિકાર મળ્યો, પાકિસ્તાનને પશ્ચિમી નદીઓ સિંધુ, ઝેલમ, ચિનાબનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
