Bihar Result: બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભૂડી હાર ભાળી ગયા બાદ મહાગઠબંધનના નાયબ મુખ્યમંત્રી પદના દાવેદાર મુકેશ સહનીએ જનતાના જનાદેશને સ્વીકાર કરતાં હારનું ઠીકરું મહિલા મતદારો પર ફોડ્યું છે.
વિકાસશીલ ઈન્સાન પાર્ટી (VIP)ના અધ્યક્ષ મુકેશ સહનીએ જણાવ્યું કે, બિહારની જનતાએ નીતિશકુમારની આખરી ચૂંટણીના કારણે તેમના પર વિશ્વાસ મૂક્યો છે.
આ સાથે જ તેમણે આરોપ લગાવતા જણાવ્યું કે, નીતિશકુમારે ચૂંટણી પૂર્વે મહિલાઓને 10 હજાર રૂપિયા આપીને તેમના મત મેળવી લીધા હતા. હું NDAને જીતની શુભેચ્છા પાઠવું છું.
મારો આગ્રહ છે કે, જેના કારણે તમે NDAને મત આપ્યા છે, ખાસ કરીને મહિલાઓને 10 હજાર રૂપિયા આપીને ભ્રમિત કરીને વોટ મેળવવામાં આવ્યા છે. સરકાર બન્યા બાદ રાજ્યના દોઢ કરોડ મહિલાઓના ખાતામાં રૂ. 1.90 લાખ રૂપિયા આપવામાં આવશે. આજ આશાએ મહિલાઓએ તેમને મત આપ્યા છે. આથી સરકાર બન્યા બાદ તરત જ બીજો હપ્તો પણ જારી થવો જોઈએ.
અમારી હારનું પહેલુ કારણ એજ લાગી રહ્યું ચે કે, બિહારના દરેક ધર્મ-જાતિની માતા-બહેનોએ નીતિશકુમાર પર વિશ્વાસ મૂક્યો છે, કારણ કે તેમની આ અંતિમ ચૂંટણી હતી અને 10 હજાર રૂપિયાનું ટોકન આપી દીધુ.
જીવિકા દીદી થકી લોકોમાં સંદેશ ગયો કે, રૂ. 1.90 લાખ રૂપિયા આપીશુ. પૈસાની જ કરામત છે. પહેલા પૈસા ચૂકવીને વોટ વેચવાનું કામ રાતે થતું હતુ, પરંતુ હવે પેટર્ન બદલાઈ ગઈ છે.
#WATCH | पटना: VIP प्रमुख मुकेश सहनी ने कहा, "हम इस जनादेश को स्वीकार करते हैं और जो जीते हैं-NDA, उनको मैं बधाई देता हूं...माताओं-बहनों का वोट NDA के पक्ष में गिरा है, जिसके कारण उनकी इतनी बड़ी जीत हो रही है...मैं जनादेश का सम्मान करते हुए इसे(हार) स्वीकार करता हूं। आने वाले समय… pic.twitter.com/R7lCcsLU1Z
— ANI_HindiNews (@AHindinews) November 14, 2025
વધુમાં સહનીએ જણાવ્યું કે, અમે લોકોને જાગૃત કર્યાં. હવે લોકો રાતે વોટ તો વેચી નથી રહ્યા, પરંતુ ધોળા દિવસે ગેરકાયદેસર કામને કાયદેસર રીતે કરવામાં આવી રહ્યું છે. જનતાના પૈસા જનતાને જ આપવામાં આવી રહ્યા છે અને કહેવાય છે કે, હું રાશન મારા ઘરમાંથી આપી રહ્યો છું. આ પૈસા મારા ખિસ્સામાંથી આપી રહ્યો છું. જેના કારણે જનતાએ બેરોજગારી કે સમસ્યા ના જોઈને 1.90 લાખ રૂપિયા માટો વોટ આપ્યા.
જણાવી દઈએ કે, કોંગ્રેસ-RJDના મહાગઠબંધનમાં મુકેશ સહનની પાર્ટી VIPએ રકઝકના અંતે માંડ 15 સીટો મેળવી હતી. જો કે એક પણ બેઠક પર તેમનો ઉમેદવાર જીતી શક્યો નથી. જ્યારે 2020ની ચૂંટણીમાં મુકેશ સહનીની પાર્ટી NDAમાં હતી, ત્યારે તેમણે 4 બેઠકો મેળવી હતી.
