Bihar Result: બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-જનતા દળ યુનાઈટેડનું NDA સંગઠન 243 પૈકી 200થી વધુ વિધાનસભા બેઠકો પર જીત મેળવીને ફરીથી નીતિશકુમાર સત્તામાં આવી રહ્યા છે. એવામાં ભૂંડી રીતે હારી જનારી કોંગ્રેસ પાર્ટીને અમેરિકન સિંગરે આડેહાથ લેતા ભાજપને જીત બદલ શુભેચ્છા પાઠવી છે.
વડાપ્રધાન મોદીની સમર્થક મેરી મિલબેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરીને ભાજપનું સમર્થન કરવા બદલ કોંગ્રેસના કાર્યકરોએ પોતાના વિરુદ્ધ ટ્રોલિંગ શરૂ કર્યું હોવાનો આરોપ મૂક્યો છે.
આ પણ વાંચો
મિલબેને જણાવ્યું કે, પ્રિય રાહુલ ગાંધી, કોંગ્રેસ અને તમામ ગુંડા સમર્થકો, જેમણે છેલ્લા કેટલાક સપ્તાહથી મને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરી હતી. હવે મારા મિત્ર વડાપ્રધાન મોદી અને ભાજપ બિહાર ચૂંટણીમાં જીતી રહ્યા છે. જ્યારે કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળના નેતૃત્વ ધરાવતા મહાગઠબંધનને બિહાર ચૂંટણીમાં ભૂંડી હારનો સામનો કરવો પડી રહ્યો છે.
પોતાની ફેસબુક પોસ્ટમાં મિલબેને વડાપ્રધાન મોદી, નીતિશકુમાર અને ભાજપને અભિનંદન પાઠવવા સાથે મૈથિલી ઠાકુરની ભવ્ય જીત પર પોતાની ખુશી વ્યક્ત કરી છે. આ ચૂંટણીમાં બિહારની મહિલા મતદારો જ અસલી હીરો છે.
આ સ્પષ્ટ છે કે, PM મોદી એકમાત્ર એવા નેતા છે, જેઓ વધુમાં વધુ નોકરીઓ આપી શકે છે અને આર્થિક સમાનતા સ્થાપિત કરી શકે છે તેમજ મહિલાઓને સશક્ત બનાવી શકે છે. આંકડાનું ગણિત હંમેશા વડાપ્રધાન મોદીના પક્ષમાં જ રહેશે.
