New Parliament: ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે બુધવારે ફરી એક વખત વિપક્ષની એકતાને મોટો ઝાટકો આપ્યો છે. નવીન પટનાયકના બીજુ જનતા દળ (BJD)એ રવિવારે યોજનાર સંસદ ભવનના ઉદઘાટન સમારંભમાં સામેલ થવાની જાહેરાત કરી છે.
વિપક્ષ દ્વારા કરવામાં આવેલા બહિષ્કારને નકારતા BJDએ એમ કહી નકારી કાઢ્યો હતો કે ભારતના રાષ્ટ્રપતિ દેશના પ્રમુખ છે. સંસદ ભારતના 140 કરોડ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. બન્ને સંસ્થાન ભારતીય લોકતંત્રના પ્રતીક છે અને ભારતના બંધારણમાંથી પોતાનો અધિકાર પ્રાપ્ત કરે છે.
Biju Janata Dal to take part in the inauguration of the new Parliament building on May 28. pic.twitter.com/0Ww9AWFDXU
— ANI (@ANI) May 24, 2023
BJDનું માનવું છે કે આ બંધારણીય સંસ્થાઓએ કોઈ પણ મુદ્દાથી ઉપર હોવું જોઈએ, જે તેમની પવિત્રતા અને સન્માનને અસર કરી શકે છે. આ પ્રકારના મુદ્દા પર બાદમાં ગૃહમાં હંમેશા ચર્ચા કરી શકાય છે. માટે આ BJD આ મહત્વના અવસરનો હિસ્સો બનશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ આંધ્ર પ્રદેશની સત્તારૂઢ YSR કોંગ્રેસે આ કાર્યક્રમમાં સામેલ થવાની પુષ્ટિ કરી હતી. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી YS જગન મોહન રેડ્ડીએ આ અંગે જાહેરાત કરી હતી. આ ઉપરાંત શિરોમણિ અકાલી દળ (SAD) તથા ચંદ્રબાબૂ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી (TDP) સહિત અનેક પક્ષોએ ઉપસ્થિત રહેવાની જાહેરાત કરી હતી. બીજી બાજ કોંગ્રેસ સહિત 17 વિપક્ષી પાર્ટીએ સંસદ ભવનના ઉદઘાટન સમારંભનો બહિષ્કાર કર્યો છે.
