Assam Election Results 2026 Date: આસામ વિધાનસભા ચૂંટણી 2026ની તારીખ, સમય જાણો; ક્યાં જોઈ શકાશે પરિણામો તે અંગે આ માહિતી જુઓ

આસામમાં ગત 9 એપ્રિલના રોજ ચૂંટણી યોજાઈ હતી. આસામમાં 126 વિધાનસભા બેઠકો આવેલી છે. આસામ વિધાનસભા બેઠક માટે આ વખતે અત્યાર સુધીનું સૌથી વધારે 85.38 ટકા મતદાન થયું છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 03 May 2026 08:59 PM (IST)Updated: Sun, 03 May 2026 08:59 PM (IST)
assam-assembly-election-results-2026-live-date-time-vote-counting-timings-to-watch-live-streaming

Assam Assembly Election Results 2026 Date and Time (આસામ વિધાનસભા ચૂંટણી પરિણામ 2026 તારીખ):આસામ, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, પુડુચેરી વિધાનસભા ચૂંટણીના પરિણામો 4 મે 2026 (4 May 2026 Monday)ના રોજ જાહેર થયે. આસામમાં ગત 9 એપ્રિલના રોજ ચૂંટણી યોજાઈ હતી.

આસામમાં 126 વિધાનસભા બેઠકો આવેલી છે. આસામ વિધાનસભા બેઠક માટે આ વખતે અત્યાર સુધીનું સૌથી વધારે 85.38 ટકા મતદાન થયું છે. વર્ષ 1951 બાદ રાજ્યમાં આ સૌથી ઊંચુ મતદાન થયું છે.

જો તમે પણ આસામ વિધાનસભા ચૂંટણીના પરિણામો તપાસવા ઈચ્છતા હોય તો ચૂંટણી પંચ એટલે કે ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાની અધિકૃત વેબસાઈટ પરથી જોઈ શકાય છે. ચૂંટણી પંચની અધિકૃત વેબસાઈટ results.eci.gov.in પર સોમવારે સવારે ચૂંટણી પરિણામોને જોઈ શકાશે.

40 મતગણતરી કેન્દ્ર
આસામની 126 વિધાનસભા ચૂંટણી પર 722 ઉમેદવારોના ભાગ્ય અંગે નિર્ણય લેવામાં આવશે. જેના માટે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે તમામ 35 જિલ્લાના 40 મતદાન કેન્દ્ર પર EVM ખોલવામાં આવશે. ઉમેદવારો 59 મહિલાઓ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 25 લાખતી વધારે મતદાતા પૈકી 85.96 ટકા મતદાતાએ ચૂંટણીમાં ભાગ લીધો હતો.