Operation Trishul:ત્રણ રાજ્યમાં 38 સ્થળો પર દરોડા, 1,424 ખાતા ફ્રીઝ, ઓપરેશન ત્રિશૂલ હેઠળ રૂપિયા 100 કરોડના હવાલા નેટવર્કનો પર્દાફાશ

અમિત શાહે પોસ્ટમાં આપેલી માહિતી પ્રમાણે આ મોટા ઓપરેશન હેઠળ આસામ, મિઝોરમ અને મણિપુરમાં કૂલ 38 સ્થળો પર તાબડતોબ દરોડા પાડવામાં આવ્યા છે, જેથી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કાર્ટેલની કમર તૂટી ગઈ છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 25 Oct 2026 12:38 PM (IST)Updated: Sun, 25 Oct 2026 01:59 PM (IST)
raids-conducted-at-38-locations-across-three-states-1424-accounts-frozen-operation-trishul-uncovers-a-100-crore-hawala-network

Operation Trishul:કેન્દ્ર સરકારે દેશમાં ડ્રગ્સના ગેરકાયદેસર કારોબાર અને માદક પદાર્થોના નેટવર્ક સામે વધુ એક મોટું અને ઐતિહાસિક પગલું ભર્યું છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંગે માહિતી આપી છે કે કેન્દ્રીય એજન્સીઓ અને પૂર્વોત્તર રાજ્યોની પોલીસ સાથે મળી ઓપરેશન ત્રિશુલને હાથ ધરી રહી છે.

અમિત શાહે પોસ્ટમાં આપેલી માહિતી પ્રમાણે આ મોટા ઓપરેશન હેઠળ આસામ, મિઝોરમ અને મણિપુરમાં કૂલ 38 સ્થળો પર તાબડતોબ દરોડા પાડવામાં આવ્યા છે, જેથી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કાર્ટેલની કમર તૂટી ગઈ છે. 

100 કરોડ રૂપિયાના હવાલા વ્યવહારોનો પર્દાફાશ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં શાહે જણાવ્યું હતું કે 23 ઓક્ટોબરથી શરૂ થયેલા ઓપરેશન દરમિયાન, એજન્સીઓએ 100 કરોડ રૂપિયાના હવાલા વ્યવહારોનો પર્દાફાશ કર્યો હતો. તપાસ દરમિયાન કુલ 1,424 બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા હતા, જ્યારે 17.82 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી.

18 લોકોની ધરપકડ

અત્રે ઉલ્લેખનીય છે કે આ કાર્યવાહીમાં કૂલ 18 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત અધિકારીઓને 500 ડેટોનેટર, 12 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે.

'ડેથ ટ્રાયેંગલ કોરિડોર'દ્વારા ચલાવવામાં આવી રહી હતી

ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે આ આંતરરાષ્ટ્રીય ડ્રગ કાર્ટેલ ભારત,મ્યાનમાર અને બાંગ્લાદેશ વચ્ચેના 'ડેથ ટ્રાયેંગલ કોરિડોર' દ્વારા ગેરકાયદેસર ડ્રગ્સની દાણચોરી કરી રહ્યું હતું. આ ખતરનાક આંતરરાષ્ટ્રીય નેટવર્કને તોડી પાડવા માટે કેન્દ્ર સરકાર અને ત્રણ રાજ્યો આસામ, મિઝોરમ અને મણિપુરની પોલીસે સંકલન કર્યું છે.