Amritsar Attacks: પાકિસ્તાન જુઠ્ઠાણાની ફેક્ટરી; ઓપરેશન સિંદૂર પછી અત્યાર સુધી ખુલ્લેઆમ જુઠ્ઠાણું ફેલાવી રહ્યું છે, જાણો હકિકત

પાકિસ્તાન સોશિયલ મીડિયા પર ભ્રામક સેટેલાઇટ છબીઓ શેર કરી રહ્યું છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતના અમૃતસરમાં બોમ્બમારો કરવામાં આવ્યો છે.

By: Jignesh TrivediEdited By: Jignesh Trivedi Publish Date: Fri 02 Jan 2026 09:23 PM (IST)Updated: Fri 02 Jan 2026 09:23 PM (IST)
amritsar-attacks-pakistan-is-a-factory-of-lies-after-operation-sindoor-till-now-it-is-openly-spreading-lies-know-the-truth-666972
HIGHLIGHTS
  • ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન ખોટા દાવા ફેલાવી રહ્યું છે
  • અમૃતસરમાં થયેલા હુમલાની નકલી સેટેલાઇટ તસવીરો શેર કરી
  • ભારતીય સૈન્ય ઠેકાણાંઓને કોઈ નુકસાન થયું નથી

Pakistan Propaganda: ઓપરેશન સિંદૂર દરમિયાન ભૂંડી હારનો સામનો કરવો પડ્યો હોવા છતાં પાકિસ્તાન તેની ગંદી આદતોથી બાજ નથી આવતું. પહેલગામ હુમલાના જવાબમાં હાથ ધરવામાં આવેલા આ ઓપરેશન વિશે પાકિસ્તાન ફરી જુઠ્ઠાણા ફેલાવી રહ્યું છે. તેણે ફરી એકવાર સોશિયલ મીડિયાનો આશરો લઈને પોતાની હારને વિજયમાં ફેરવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે.

પાકિસ્તાન સાથે જોડાયેલા કેટલાક સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ગેરમાર્ગે દોરતા અને વણચકાસાયેલા સેટેલાઇટ છબીઓ શેર કરી રહ્યા છે જેમાં ખોટા દાવા કરવામાં આવી રહ્યા છે કે ભારતના અમૃતસરમાં હુમલા કરવામાં આવ્યા હતા. જોકે આ દાવાઓ પાયાવિહોણા છે.

પાકિસ્તાનનો દાવો સફેદ જૂઠાણું કેમ?
હકીકતમાં પાકિસ્તાને શેર કરેલી તસવીરો સ્પષ્ટપણે દર્શાવે છે કે ઉલ્લેખિત લક્ષ્યોને કોઈ વિનાશ કે નુકસાન થયું નથી. પોસ્ટમાં ઉલ્લેખિત ભારતીય લશ્કરી સુવિધાઓ અકબંધ છે અને તેમાં વિસ્ફોટની અસર, માળખાકીય નુકસાન અથવા હવાઈ કે મિસાઇલ હુમલાથી થતી અન્ય કોઈપણ અસરના કોઈ ચિહ્નો દેખાતા નથી.

વિશ્લેષકો કહે છે કે તસવીરોમાં હુમલાના કોઈ વિશ્વસનીય સંકેતો દેખાતા નથી, જેમ કે ખાડા, કાટમાળ, બળવાના નિશાન અથવા ધરાશાયી થયેલી ઇમારતો. આ નવા દુષ્પ્રચારની ટાઈમિંગને લઈને પણ ગંભીર પ્રશ્નો ઉભા થાય છે.

સવાલો કેમ થઈ રહ્યા છે ?
મે મહિનામાં થયેલી વાસ્તવિક લડાઈ દરમિયાન ભારતીય લશ્કરી સ્થળો પર હુમલો કરવાના તેના દાવાને સમર્થન આપવા માટે પાકિસ્તાન કોઈ વિશ્વસનીય સેટેલાઇટ તસવીરો અથવા પુરાવા આપી શક્યું ન હતું. સાત મહિના પછી આ દ્રશ્યો અચાનક બહાર આવવાથી એવું તારણ કાઢવામાં આવે છે કે આ સામગ્રી વાસ્તવિક દસ્તાવેજોને બદલે પુરાવા બનાવવાની પાછળથી કરવામાં આવેલી કોશિશ છે.

આ પહેલી વાર નથી જ્યારે પાકિસ્તાને જુઠ્ઠાણા ફેલાવ્યા હોય. અગાઉ, ઓપરેશન સિંદૂર દરમિયાન અને તે પછી તરત જ પાકિસ્તાની સોશિયલ મીડિયા પર કાલ્પનિક વિજયની વાર્તાઓ ફેલાવવામાં આવી હતી અને વિશ્વ સમક્ષ તેઓ ઉઘાડા પણ પડી ગયા છે.

વિશ્લેષકો કહે છે કે નવી તસવીરો ઇરાદાપૂર્વક વિસ્તારને મર્યાદિત કરે છે અને હુમલાના કોઈ સ્પષ્ટ સંકેતો બતાવતી નથી. તે જ વિસ્તારની જૂની તસવીરોની તુલનામાં કોઈ ફેરફાર દેખાતા નથી.

ભારતે જણાવ્યું સત્ય
ભારતે પોતાના તરફથી કહ્યું છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના કોઈપણ હુમલાથી તેના લશ્કરી માળખાને કોઈ નુકસાન થયું નથી. પંજાબમાં અમૃતસર નજીક સતત ઓપરેશનલ તૈયારી અને સુવિધાઓની સારી સ્થિતિ આ દાવાને સમર્થન આપે છે. પ્રદેશની બહારના વિશ્લેષકો અને નિરીક્ષકો દ્વારા કરવામાં આવેલા સ્વતંત્ર મૂલ્યાંકન પણ આ જ નિષ્કર્ષ પર પહોંચ્યા છે.

તાજેતરનું સોશિયલ મીડિયા અભિયાન વેરિફાઈ કરેલી તસવીરો અને જૂના પ્રોપેગેંડા પર આધાર રાખે છે જે સ્વતંત્ર તપાસ સામે ટકી શકતા નથી. વિશ્લેષકો ચેતવણી આપે છે કે આ ઘટના ખોટી માહિતી ફેલાવવા માટે ડિજિટલ પ્લેટફોર્મના વધતા ઉપયોગને રજૂ કરે છે.