Home Minister Zoho: સ્વદેશી Zoho Mail પર શિફ્ટ થયા અમિત શાહ, બદલ્યો પોતાનો ઇમેઇલ આઈડી, Zohoના ફાઉન્ડરે આપ્યો રસપ્રદ જવાબ

રસપ્રદ વાત એ છે કે, આ ઇમેઇલ આઈડી જીમેલનો નહીં, પરંતુ Zohoનો છે. ચાલો જાણીએ આ અંગે કંપનીએ આ અંગે શું કહ્યું.

By: Jignesh TrivediEdited By: Jignesh Trivedi Publish Date: Wed 08 Oct 2025 06:04 PM (IST)Updated: Wed 08 Oct 2025 06:04 PM (IST)
amit-shah-shifted-to-indigenous-zoho-mail-changed-his-email-id-zohos-founder-gave-an-interesting-answer-617022

Home Minister Zoho: ભારત સરકાર Zoho નામની કંપનીનો જોરશોરથી પ્રચાર કરી રહી છે. તાજેતરમાં ઘણા કેન્દ્રીય મંત્રીઓએ Zohoના ઉત્પાદનોની પ્રશંસા કરી હતી અને લોકોને તેનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. સરકાર Zohoના વોટ્સએપ હરીફ Arattaiનો પણ પ્રચાર કરી રહી છે.

ગૃહમંત્રી અમિત શાહે પણ X પર પોસ્ટ કરી હતી. પોસ્ટમાં જણાવાયું હતું કે તેમણે Zoho Mail પર સ્વિચ કર્યું છે. વધુમાં, શાહે તેમનું નવું ઝોહો ઇમેઇલ આઈડી શેર કર્યું છે. આ પોસ્ટની છેલ્લી લાઇન પણ રસપ્રદ છે.

અમિત શાહે લખ્યું- મારું નવું ઇમેઇલ આઈડી amitshah.bjp@zohomail.in છે. ભવિષ્યના પત્રવ્યવહાર માટે કૃપા કરીને આ ઇમેઇલ આઈડીનો ઉપયોગ કરો.

છેલ્લી લાઈનમાં અમિત શાહે લખ્યું, "આ બાબત પર તમારા ધ્યાન બદલ આભાર." રસપ્રદ વાત એ છે કે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ આ દિવસોમાં X પર પોસ્ટના અંતે વારંવાર આ વાક્યનો ઉપયોગ કરી રહ્યા છે.

અમિત શાહની X પોસ્ટ પછી ઝોહોનો પણ જવાબ આવ્યો છે. Zoho Workplace જવાબમાં શાહનો આભાર માન્યો છે. કંપનીએ લખ્યું છે કે રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા ભારતીય નવીનતાને અપનાવવી ખૂબ જ પ્રેરણાદાયક છે.

અમિત શાહની પોસ્ટ પછી Zohoના ફાઉન્ડરનો જવાબ આવ્યો છે. ઝોહોના સ્થાપક શ્રીધર વેમ્બુએ એક પોસ્ટ કરી છે જેમાં તેમણે અમિત શાહને ટેગ કર્યા છે અને તેમનો આભાર માન્યો છે. વેમ્બુએ લખ્યું છે કે તેઓ આ મોમેન્ટને તે એન્જિનિયર્સને સમર્પિત કરવા માંગે છે જેઓ છેલ્લા 20 વર્ષથી સખત મહેનત કરી રહ્યા છે.

નોંધનીય છે કે ઝોહો બેંગલુરુ સ્થિત એક ખાનગી કંપની છે જેની સ્થાપના શ્રીધર વેમ્બુ દ્વારા કરવામાં આવી છે. આ કંપની 45થી વધુ પ્રોડક્ટ અને સર્વિસિસ પ્રદાન કરે છે. ખાસ કરીને નાના વ્યવસાયો માટે ડઝનબંધ સાધનો ઉપલબ્ધ છે. વોટ્સએપની રાઈવલ સ્વદેશી એપ Arattai પર ઝોહોનું છે અને તે પણ ખાસ ધ્યાન ખેંચી રહ્યું છે.

ઝોહો પાસે માઇક્રોસોફ્ટ અને ગુગલના ટૂલ્સના પણ હરીફ છે. ઝોહો ઓછી કિંમતે એમએસ વર્ડ અને પાવરપોઇન્ટના વિકલ્પો ઓફર કરે છે. તાજેતરમાં, કંપનીની Arattai એપ ખૂબ વાયરલ થઈ છે.

ઝોહો વર્કપ્લેસ ઘણા ગૂગલ અને માઇક્રોસોફ્ટ ટૂલ્સના વિકલ્પો પણ ઓફર કરે છે. જો આપણે કિંમતનું વિશ્લેષણ કરીએ તો, ઝોહોના ટૂલ્સ નાના વ્યવસાયો અને કંપનીઓ માટે સસ્તા છે કારણ કે ઝોહો પાસે વેબસાઇટ જાળવવાથી લઈને સ્થાનિક બિલ જનરેટ કરવા સુધીની દરેક વ્યવસાય-સંબંધિત પ્રવૃત્તિ માટે ટૂલ ઉપલબ્ધ છે.

હાલમાં જ Zohoમાં Paytm અને PhonePeની જેમ જ POS મશીન પણ લોન્ચ કર્યું છે. જેમાં સાઉન્ડબોક્સ અને QR કોડ સિસ્ટમ સામેલ છે. એટલે કે દુકાનો પર હવે તમને Zohoના QR કોડ અને મશીન જોવા મળી શકે છે.