Drought In Andhra Pradesh:આંધ્ર પ્રદેશના પુત્તલુરુમાં ભીષણ દુષ્કાળ પડ્યો છે. સ્થિતિ એટલી વિકટ છે કે ચિત્રાવતી નદી સંપૂર્ણપણે સુકાઈ ગઈ છે, જ્યાં અગાઉ નદીમાં ખૂબ જ પાણી વહેતુ હતું ત્યા આજે રેત જ રેત છે. આ સ્થિતિમાં લોકો પાસે ગણેશ વિસર્જન કરવા માટે નદીમાં પાણી પણ નથી.
સૂકી નદીમાં કરવામાં આવ્યું ગણેશ વિસ્જન
પુત્તલુરુમાં ભીષણ દુષ્કાળને લગી એક એવી તસવીર સામે આવી છે કે જેણે લોકોને ભારે ચિંતામાં મુકી દીધા છે. હકીકતમાં જે ચિત્રાવતી નદીમાં દર વર્ષે ગણપતિ વિસર્જન કરવામાં આવતું હતું ત્યા આજે પાણી નથી. આ સંજોગોમાં લોકોને મજબૂરીમાં ગણપતિની મૂર્તિને સૂકી નદીમાં રેત પર છોડીને વિદાય આપવામાં આવી છે, કારણ કે અહીં બિલકુલ પાણી નથી.
YSR કોંગ્રેસ પાર્ટીએ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ સરકારની ટીકા કરી છે અને ક્યું કે પાણીના સંકટને સંપૂર્ણપણે અટકાવી શકાયું હોત, સ્થાનિક લોકોની અનેક ચેતવણી વચ્ચે સરકારે નહેરોમાં સમયસર પાણી છોડવામાં નિષ્ફળ રહી છે.
આંધ્રપ્રદેશમાં દુષ્કાળ કેમ પડ્યો?
આંધ્રપ્રદેશમાં દુષ્કાળ માટે ઘણા પરિબળો જવાબદાર હોવાનું માનવામાં આવે છે. ચોમાસાની તીવ્ર ઉણપને મુખ્ય કારણ માનવામાં આવે છે. આ વર્ષે આંધ્રપ્રદેશના ઘણા ભાગોમાં ચોમાસાની ઋતુ દરમિયાન સામાન્ય કરતાં નોંધપાત્ર રીતે ઓછો વરસાદ નોંધાયો હતો.આ દુષ્કાળ પાછળ અલ નીનો પણ એક મુખ્ય કારણ હોઈ શકે છે. હવામાનશાસ્ત્રીના મતે વૈશ્વિક આબોહવા પેટર્ન અલ નીનોની અસરને કારણે ચોમાસું નબળું પડ્યું છે. અલ નીનો ભારતના દક્ષિણ ભાગોમાં વરસાદની અનિશ્ચિતતામાં વધારો કરે છે, જેના કારણે આ પ્રદેશમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાય છે.
સતત ઓછા વરસાદને કારણે તળાવો અને ટાંકીઓ જેવા કુદરતી જળ સ્ત્રોતોના પાણીના સ્તરમાં ઘટાડો થયો જ નહીં, પરંતુ ભૂગર્ભજળ રિચાર્જ પણ અટકી ગયો. કૃષિ અને ઘરેલું જરૂરિયાતો માટે બોરવેલ પર વધુ પડતી નિર્ભરતાને કારણે, લગભગ 60% બોરવેલ સંપૂર્ણપણે સુકાઈ ગયા, જેનાથી પાણીની કટોકટી વધુ વકરી.
