સાઉદી અરેબિયા જતી Air India અને Air India Expressની ફ્લાઈટ્સ 30 નવેમ્બર સુધી રદ; મુસાફરોને મળશે પૂરું રિફંડ

સાઉદી અરેબિયામાં વધતા તણાવ વચ્ચે Air India અને Air India Express એ રિયાદ, દમ્મામ અને જેદ્દાહની ફ્લાઈટ્સ રદ કરી છે. જાણો રિફંડ અને રીશેડ્યુલિંગના નવા નિયમો વિશે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Fri, 13 Nov 2026 10:23 PM (IST)Updated: Fri, 13 Nov 2026 10:23 PM (IST)
air-india-cancels-saudi-flights-amid-middle-east-tensions

Air India Cancels Saudi Flights: મધ્ય પૂર્વ (Middle East)માં વધી રહેલા ભૂ-રાજકીય તણાવ અને સુરક્ષા કારણોસર ભારતીય ઉડ્ડયન ક્ષેત્રે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશની અગ્રણી એરલાઈન્સ કંપની Air India અને તેની સહાયક કંપની Air India Expressએ સઉદી અરેબિયા જતી અને ત્યાંથી આવતી પોતાની તમામ ફ્લાઈટ્સ પર કામચલાઉ બ્રેક લગાવી દીધી છે. એરલાઈન્સ દ્વારા જાહેર કરવામાં આવેલી તાજી ટ્રાવેલ એડવાઈઝરી મુજબ, રિયાદ (Riyadh) અને દમ્મામ (Dammam) માટેની ફ્લાઈટ્સ 30 નવેમ્બર સુધી સસ્પેન્ડ રાખવામાં આવી છે, જ્યારે જેદ્દાહ (Jeddah) જતી સેવાઓ 21 નવેમ્બર સુધી બંધ રહેશે.

આ નિર્ણયને કારણે ખાડી દેશોમાં રોજગારી અર્થે જતા કે પરિવારને મળવા જતા હજારો ભારતીય મુસાફરોના પ્લાનિંગ પર અસર પડી છે. જોકે, મુસાફરોને આર્થિક નુકસાન ન થાય તે માટે એરલાઈન્સે રિફંડ અને રીશેડ્યુલિંગ માટે ખાસ રાહતની જાહેરાત પણ કરી છે.

મુસાફરો માટે એરલાઈન્સના બે મોટા વિકલ્પો

જે મુસાફરોએ 10 નવેમ્બર કે તે પહેલાં પોતાની ટિકિટ કન્ફર્મ કરાવી લીધી હતી અને જેમની મુસાફરી આ સસ્પેન્શનના દિવસો દરમિયાન નક્કી થઈ હતી, તેમને એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસ દ્વારા બે સુવિધાઓ આપવામાં આવી છે.

વિનામૂલ્યે રીશેડ્યુલિંગ (Free Rescheduling): મુસાફરો કોઈપણ પ્રકારનો વધારાનો ચાર્જ (Penalty કે Fare Difference) ચૂકવ્યા વગર, સીટની ઉપલબ્ધતા મુજબ પોતાની મુસાફરીની તારીખ બદલાવી શકે છે.

100% ફુલ રિફંડ (Full Refund): જો કોઈ મુસાફર પોતાની યાત્રા રદ કરવા માંગતા હોય, તો એરલાઈન્સ દ્વારા તેમની ટિકિટના પૂરેપૂરા પૈસા પરત (Full Refund) કરવામાં આવશે.

અન્ય ભારતીય એરલાઈન્સની પણ ફ્લાઈટ્સ પ્રભાવિત

માત્ર એર ઈન્ડિયા જ નહીં, પરંતુ અન્ય ભારતીય એરલાઈન્સે પણ સુરક્ષાના કારણોસર સાઉદી અરેબિયાના રૂટ પર કાપ મૂક્યો છે.

IndiGo: દેશની સૌથી મોટી બજેટ એરલાઈન્સ ઈન્ડિગોએ અગાઉ 10 નવેમ્બરે જ જાહેરાત કરી હતી કે જેદ્દાહ અને મદીના (Madinah) આવતી-જતી તેની ફ્લાઈટ્સ 21 નવેમ્બર સુધી સ્થગિત રહેશે.

Akasa Air: અકાસા એર દ્વારા પણ ગુરુવારે સ્પષ્ટતા કરવામાં આવી હતી કે રિયાદ અને જેદ્દાહ વચ્ચેની તેમની તમામ ફ્લાઈટ્સ 30 નવેમ્બર સુધી સસ્પેન્ડ રહેશે.

ફ્લાઈટ્સ રદ કરવા પાછળનું મુખ્ય કારણ શું છે?

સાઉદી અરેબિયા અને યમનના હૂતી વિદ્રોહીઓ (Houthi Militia) વચ્ચે ફરી એકવાર તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે, જેના કારણે એરસ્પેસ (Airspace) મુસાફરી માટે જોખમી બન્યું છે.યમનના હૂતી મિલિશિયાએ દાવો કર્યો છે કે તેમણે સાઉદી અરેબિયાના કેટલાક મહત્વપૂર્ણ અને સંવેદનશીલ ઠેકાણાઓ પર ડ્રોન અને મિસાઈલ વડે હુમલા કર્યા છે. આ નિશાનાઓમાં રિયાદ સ્થિત વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની અરામકો (Aramco)ની સુવિધાઓ, શરૂરાહ એરપોર્ટ પરનું સૈન્ય કાર્ગો વિમાન અને ખમીસ મુશૈત એર બેઝ સામેલ હોવાનું કહેવાય છે.

બીજી તરફ, સઉદી અરેબિયાના નેતૃત્વ હેઠળની ગઠબંધન સેનાએ જણાવ્યું છે કે તેમની એર ડિફેન્સ સિસ્ટમે પૂર્વી ક્ષેત્ર અને રિયાદના આકાશમાં જ દુશ્મનના ડ્રોનને આંતરીને (Intercept કરીને) તોડી પાડ્યા છે.