UP-Bihar Accidents: UP-બિહારમાં ભીષણ અકસ્માતોની સર્જાઈ ઘટના, 11 લોકોએ ગુમાવ્યા જીવ

UP-Bihar Accidents:ઉત્તર પ્રદેશ અને બિહારમાં બે અલગ-અલગ માર્ગ અકસ્માતની ઘટનામાં કૂલ 11 લોકોના મોત થયા છે. બિહારના અરરિયા જિલ્લામાંથી એક ભીષણ અકસ્માતની ઘટના સામે આવી છે,

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 19 Nov 2026 09:30 AM (IST)Updated: Thu, 19 Nov 2026 09:30 AM (IST)
accidents-in-upbihar-severe-accidents-occur-in-up-and-bihar-11-people-lose-their-lives

UP-Bihar Accidents:ઉત્તર પ્રદેશ અને બિહારમાં બે અલગ-અલગ માર્ગ અકસ્માતની ઘટનામાં કૂલ 11 લોકોના મોત થયા છે. બિહારના અરરિયા જિલ્લામાંથી એક ભીષણ અકસ્માતની ઘટના સામે આવી છે, મળતી માહિતી પ્રમાણે ચાંદલા વિધિમાંથી પરત ફરી રહેલા કન્યા પક્ષના લોકોને અકસ્માત નડ્યો હતો. તેમની કાર બેકાબુ થઈને પુલ નીચે ખાબકી હતી. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશમાં પણ ઉતરૌલા-બલરામપુર માર્ગ પર બુધવારે રાત્રે બે બાઈક સામ-સામે અથડાતા પાંચ યુવકના મોત થયા છે.

સ્કોર્પીયો કાર પુલ નીચે ખાબકી

આ અકસ્માત અંગે વિગતે વાત કરીએ તો અરરિયા જિલ્લામાં બુધવારની રાત્રે થયેલા અકસ્માતે ખુશીનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો હતો. કારણ કે ચાંદલાનો પ્રસંગ પતાવીને પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો. બૈરગાછી-સીકટીના મેઈન હાઈવે પર સ્કોર્પિયો કાર પુલ નીચે ખાબકી હતી. જે બાદ કારમાં સવાર 6 લોકોના ડૂબી જવાથી મોત નિપજ્યા છે જ્યારે એક વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો છે. આ તમામ લોકો સુપોલના રહેવાસી હતા. અકસ્માતની ઘટનાને પગલે અરેરાટી મચી જવા પામી છે.

લોકોની ચીસોથી ગુંજી ઉઠ્યો હાઈવે
રાત્રે થયેલા આ ભીષણ અકસ્માત બાદ હાઈવે ચીસોથી ગુંજી ઉઠ્યો હતો. લોકોની રોકકડ સાંભળીને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. જે બાદ સ્થાનિય લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે યુદ્ધના ધોરણે લોકોને બચાવવા માચે રેસ્ક્યુ ઓપરેશન શરુ કર્યું હતું.

કારમાં એક જ પરિવારના યુવકો હતા

અકસ્માતનો ભોગ બનેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર ડોક્ટરે 6 લોકોને મૃત ઘોષિત કર્યા હતા. આ તમામ મૃતકો એક પરિવારના હતા અને તેમની ઉમર 15 થી 28 વર્ષની વચ્ચે હતી. તો મૃતકો અંગે સામે આવેલી માહિતી મુજબ તમામ લોકો સુપૌલ જિલ્લાના થુમહા ગામના રહેવાસી હતા. 6 લોકોના મોત બાદ થુમહા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ પરિવાર ચાંદલાની વિધિ માટે ભપટિયા ગામમાં ગયો હતો. જ્યાંથી પરત ફરતી વખતે રાત્રે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો.

ડુબી જવાથી તમામ લોકોના મોત


તો બીજી તરફ પોલીસે જણાવ્યું કે, સ્કોર્પિયોની સ્પીડ વધારે હોવાની કારણે તે વળાંકમાં યોગ્ય રીતે ટર્ન ન લઈ શકી અને સીધી પુલ નીચે ખાબકી હતી. પુલ નીચે નદીમાં પાણી વધારે હોવાથી લોકો ડૂબી ગયા હતા. પાણીમાં પડેલી કાર અને લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ટીમને ભારે મહેનત કરવી પડી હતી. આ અકસ્માતમાં ડ્રાઈવરનું પણ મોત નિપજ્યું છે. હાલમાં પોલીસે આ અકસ્માત અંગે કાર્યવાહી શરુ કરી છે. ડોક્ટરે પણ પુષ્ટી કરી છે કે લોકોના મોત ડૂબી જવાથી થયા છે.