AAP Punjab:પંજાબ વિધાનસભા ચૂંટણી 2027 માટે આમ આદમી પાર્ટીએ તૈયારી વચ્ચે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. પાર્ટીએ પ્રથમ યાદીમાં 40 ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે.
ખાસ વાત એ છે કે આ યાદીમાં કેબિનેટના કોઈ પણ મંત્રીના નામનો સમાવેશ થતો નથી. મુખ્યમંત્રી ભગવંત માન અને પંજાબ પ્રભારી મનીષ સિસોદિયાએ દિલ્હીમાં પત્રકાર પરિષદમાં ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ અગાઉ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલના નિવાસ સ્થાન પર પાર્ટીની રાજકીય સમિતિની બેઠકમાં ઉમેદવારોના નામોને અંતિમ મંજૂરી આપવામાં આવી હતી.
પ્રથમ યાદી જાહેર થવા સાથે જ પંજાબની ચૂંટણી રાજનીતિમાં આમ આદમી પાર્ટીની ટિકિટ વિતરણ રણનીતિને લઈ ચર્ચાએ વેગ પકડ્યો છે. પાર્ટીમાં અગાઉથી જ 30થી 40 વર્તમાન ધારાસભ્યોની ટિકિટને કાપવાની ચર્ચા ચાલી રહી છે.
આ સંજોગોમાં 40 ઉમેદવારોની પ્રથમ યાદીને આ વ્યૂહરચનાની દ્રષ્ટિએ મહત્વની માનવામાં આવે છે. જોકે, કેબિનેટ મંત્રીઓના નામ પ્રથમ યાદીમાં નહીં હોવાથી તેમનું ચૂંટણી ક્ષેત્ર અને ટિકિટને લઈ સ્થિતિ હજુ સ્પષ્ટ થઈ નથી.
મંત્રીઓના નામની હવે પછીની યાદી પર નજર
પ્રથમ યાદીમાં કેબિનેટ મંત્રીઓને જગ્યા નહીં મળવાથી રાજકીય મોરચે અનેક પ્રશ્ન સર્જાયા છે. પક્ષે મંત્રીઓની ટિકિટને લઈ નિર્ણય આગામી યાદી માટે ટાળ્યો છે અથવા તેમના વિધાનસભા વિસ્તારમાં નવા ચહેરાને લઈ મંથન ચાલી રહ્યું છે. હવે આગામી યાદીમાં મંત્રીઓ અને વર્તમાન ધારાસભ્યોના નામ પર સૌની નજર રહશે.
પાર્ટની અંદર 30થી 40 વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કપાવાની ચર્ચા ચાલી રહી છે. આ સંજોગોમાં પ્રથમ યાદીથી એ જોવાની તક મળી શકે છે કે પાર્ટીની અંદર વર્તમાન ધારાસભ્યો પર કેટલો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવે છે અને કેટલા વિસ્તારોમાં નવા ચહેરાઓને તક આપવામાં આવે છે.
ચૂંટણી કાર્યક્રમ જાહેર થાય તે અગાઉ ઉમેદવારોના નામ જાહેર કરવા પાછળ પાર્ટીની વ્યૂહાત્મક ઉમેદવારોના પ્રચાર માટે પર્યાપ્ત સમય આપવાનો છે. તેનાથી ઉમેદવારો તેમના વિધાનસભા વિસ્તારોમાં અગાઉથી સક્રિય થઈ શકશે અને સ્થાનીક કાર્યકર્તાઓ સાથે તાલમેલ કેળવી શકશે.એવી જ રીતે જે નેતાઓની ટિકિટ નથી મળતી તેમની નારાજગી દૂર કરવા તથા તેમને સંગઠનમાં અન્ય જવાબદારી આપવા માટે પાર્ટી પાસે સમય રહેશે.
પંજાબની 117 વિધાસસભા બેઠકો માટે સામાન્ય રીતે ચૂંટણી અગાઉ 40 ઉમેદવારોની જાહેરાત સાથે આમ આદમી પાર્ટીએ તેમની ચૂંટણી તૈયારીનું મોટું પગલું ભર્યુ છે. હવે આગામી યાદીમાં કેબિનેટ મંત્રીઓ, વર્તમાન વિધાનસભા તથા નવા ચહેરાને લઈ નિર્ણયો પર રાજકીય નજર રહેશે.
