Diwali Viral Video: તહેવારોનો આનંદ ક્યારેક ગંભીર મુસીબતમાં ફેરવાઈ શકે છે, તેની સાક્ષી આપતો એક ખૌફનાક વિડિયો હાલમાં સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. દિવાળીના પર્વ પર ફટાકડા ફોડતી વખતે થોડીક પણ અસાવધાની કેટલી મોંઘી સાબિત થઈ શકે છે, તેનું જીવંત ઉદાહરણ આ અકસ્માતમાં જોવા મળ્યું છે. ખુશીના માહોલમાં થયેલી એક નાની ભૂલ આખા પરિવાર માટે મોટો નુકસાન નોતરી શકતી હતી.
ઘટના કેવી રીતે ઘટી?
વાયરલ થઈ રહેલા આ વિડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો ઘરના મુખ્ય દરવાજાની બહાર ખુલ્લી જગ્યામાં 'ચકરી' સળગાવી રહ્યા હતા. સામાન્ય રીતે લોકો આનંદ માટે ઘરના દરવાજા કે પોર્ચ (Porch) પાસે ફટાકડાં ફોડતા હોય છે.
પરંતુ, જેવી ચકરીમાં આગ લગાડવામાં આવી કે તરત જ તે દિશા વિહોણી બની ગઈ. જમીન પર ગોળ-ગોળ ફરવાને બદલે તે અચાનક અનિયંત્રિત થઈને ઝડપથી ઘસડાતી સીધી ઘરના પોર્ચની અંદર ઘૂસી ગઈ.
કિસ્મતનો ખેલ અને મોટો ધડાકો
દુર્ભાગ્યે, તે જ પોર્ચમાં દિવાળી પર ફોડવા માટે લાવવામાં આવેલો ફટાકડાનો પૂરેપૂરો જથ્થો ખુલ્લો રાખવામાં આવ્યો હતો. અનિયંત્રિત થયેલી ચકરીમાંથી નીકળતી તીવ્ર ચિનગારીઓ સીધી ફટાકડાના એ જ ખુલ્લા જથ્થા પર જઈ પડી. પળભરમાં જ ત્યાં રાખેલા રોકેટ, બોમ્બ, અને લૂમેલુમ લડીઓમાં ભીષણ આગ લાગી ગઈ અને એક પછી એક ધડાકા થવા લાગ્યા.
અફરા-તફરી અને જીવ બચાવવાની ભાગદોડ
વિડિયોમાં દેખાઈ રહ્યું છે કે અચાનક થયેલા ધડાકાઓથી પોર્ચની સ્થિતિ કોઈ યુદ્ધના મેદાન જેવી બની ગઈ હતી. ચારેય તરફ ગાઢ ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા અને ફટાકડાના તબડતોડ અવાજોથી આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો. ઘરની આસપાસ હાજર રહેલા લોકો જીવ બચાવવા માટે ઇધર-ઉધર ભાગતા નજરે પડ્યા.
જોકે, સદનસીબે આગની લપેટો ઘરના અંદરના રૂમ સુધી પહોંચી શકી નહીં અને યોગ્ય સમયે પરિસ્થિતિ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો, જેના કારણે એક મોટો જાનમાલનો નાશ થતો અટકી ગયો. નહીંતર આખી ઇમારત કે ઘર ભસ્મીભૂત થઈ જાત.
સોશિયલ મીડિયા પર યુઝર્સની પ્રતિક્રિયાઓ અને ચેતવણી
આ વિડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ ભારે રોષ અને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે તહેવારોની ઉજવણી સુરક્ષાને અનુલક્ષીને જ થવી જોઈએ.
એક યુઝરે લખ્યું- ઈશ્વરનો આભાર કે કોઈ મોટી જાનહાનિ નથી થઈ, પરંતુ ખુલ્લામાં રાખેલા ફટાકડાની આજુબાજુ કોઈ ચકરી કે રોકેટ કેવી રીતે ફોડી શકે? આ સીધી મૂર્ખતા છે.
બીજા એક યુઝરે કમેન્ટ કરી- આ વિડિયો દરેક તે પરિવાર માટે એક લાલબત્તી સમાન છે જેઓ ફટાકડાનો મોટો જથ્થો ફટકડાં ફોડવાની જગ્યાએ જ ખુલ્લો મૂકી દે છે.
