Rajasthan News: ખાટુ શ્યામ મંદિરેથી પરત ફરતા પરિવારને કાળ ભરખી ગયો, અકસ્માતમાં 9 લોકોના મોત

Rajasthan News: રાજસ્થાનના કોટા-ઉદયપુર હાઈવે પર શંભુપુરા પાસે ટ્રક સાથે ક્રુઝર ગાડી અથડાતા ભીષણ અકસ્માત સર્જાયો હતો. ખાટુ શ્યામ મંદિરેથી પરત ફરી રહેલા એક જ પરિવારના 9 સભ્યોના મોત થયા અને કેટલાક ઘાયલ થયા.

By: Nilesh JethvaEdited By:Nilesh JethvaPublish Date: Sun, 22 Nov 2026 08:44 AM (IST)Updated: Sun, 22 Nov 2026 08:44 AM (IST)
9-members-of-the-same-family-die-in-an-accident-on-the-kota-udaipur-highway
કોટા-ઉદયપુર હાઈવે પર અકસ્માત

Rajasthan News: રાજસ્થાનમાં એક ભીષણ અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માત કોટા-ઉદયપુર હાઈ પર શંભુપુરા પાસે એક યાત્રાળુઓ ભરેલી ગાડી ટ્રક સાથે અથડાઈ ગઈ. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે, જ્યારે કેટલાક લોકો ઘાયલ થયાના અહેવાલ છે. અકસ્માતની ઘટનાને પગલે હાઈવે પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

એક જ પરિવારના 9 લોકોએ જીવ ગુમાવ્યો

આ અકસ્માત રાત્રે બે વાગ્યાની આસપાસ થયો હોવાની વાત સામે આવી છે, જેમાં બાળકો સહિત એક જ પરિવારના 9 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ ઉપરાંત કેટલાક લોકો ઘાયલ થયા છે તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક લોકોએ કહ્યું કે.મોડી રાત્રે ક્રુઝર કાર બહુ સ્પીડનાં આવી અને સીધી ઉભેલા ટ્રક સાથે અથડાઈ ગઈ.

ખાટુ શ્યામ મંદિરે દર્શન કરવા ગયો હતો પરિવાર

મોતને ભેટેલા પરિવાર અંગે સામે આવેલી વિગો મુજબ આ પરિવાર રાજસ્થાનના ખાટુ શ્યામ મંદિરે દર્શન કરીને મહારાષ્ટ્ર ખાતે પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમને કાળ ભેટી ગયો. મોતને ભેટેલા તમામ લોૉકો એક જ પરિવારના હતા. તમામ મૃતકોના પોસ્ટ મોર્ટમ કર્યા બાદ મૃતદેહને પરિવારને સોપવામાં આવશે.

મૃતકોના નામ

  1. માધવી
  2. ઉષા બાઈ
  3. અનિતા
  4. સુશીલા
  5. કૈલાશ
  6. સાન્વી
  7. બાબુલાલ
  8. સજ્જન કુમાર
  9. જ્હાનવી

ડ્રાઈવરને ઝોંકુ આવી ગયું હોવાથી સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી બેઠો

પ્રાપ્ત માહિતી અનુસાર અકસ્માતનો ભોગ બનેલી ક્રુઝર ગાડીમાં 15 લોકો બેઠા હતા. અકસ્માત અંગે એવી પણ વાત સામે આવી છે કે, ડ્રાઈવરને ઝોંકુ આવી ગયું હોવાથી સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી બેઠો અને ટ્રક સાથે ગાડી અથડાઈ ગઈ. તો બીજી તરફ ઘટનાની જાણ થતા જ એસપી તેજસ્વિની ગૌતમ તેમના સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા હાલમાં તમામ ઈજાગ્રસ્તો સારવાર ચાલી રહી છે.

જિલ્લા કલેક્ટરે આપી માહિતી

એડિશનલ જિલ્લા કલેક્ટર રાજેશ જોશીએ જણાવ્યું કે, આ અકસ્માત અડધી રાત્રે બન્યો હતો. તેમણે જણાવ્યું કે, સંભુપુરા પાસે આ અકસ્માતની ઘટના બની હતી. ક્રુઝર કારનાં 15 લોકો સવાર હતા. જેમાં 9 લોકોના મોત નિપજ્યા છે. પરિવાર મહારાષ્ટ્રનો રહેવાસી છે અને રાજસ્થાન ખાટુ શ્યામ મંદિરે દર્શન કરવા ગયો હતો. જ્યાંથી પરત ફરતી વખતે અકસ્માતનો ભોગ બન્યો. જિલ્લા કલેક્ટરે મૃતકોની ઓળખ માટે પોસ્ટ મોર્ટમનો આદેશ આપ્યો છે.