8 Students Drown:મહારાષ્ટ્રના રાયગઢમાં ગુરુવારે એક પિકનિક ત્યારે માતમમાં ફેરવાઈ ગઈ કે જ્યારે દીવાગરી બીચ પર સમુદ્રમાં 8 વિદ્યાર્થી ડૂબી જતા મૃત્યુ પામ્યા હતા. તમામના મૃતદેહ મળી આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે આ વિદ્યાર્થી પુણેની એક કોચિંગ ક્લાસમાંથી ફરવા માટે ગયા હતા.આ ઘટનાથી મૃતક બાળકોના માતાપિતા પર જાણે દુખનો પહાડ તૂટી પડ્યો છે.
પુણેથી પિકનિકમાં આવ્યું હતું ગ્રુપ
પોલિસની માહિતી પ્રમાણે આ ગ્રુપ પુણે જિલ્લાના અલંદી સ્થિત પ્રાઈવેટ કોચિંગ ક્લાસ વિનર્સ એકેડમના હતા. તેઓ ધોરણ 11 અને ધોરણ 12માં અભ્યાસ કરતાં હતા. કૂલ 48 લોકો પિકનિક પર દીવાગરી બીચ પહોંચ્યા હતા. તેમાં 25 છોકરા, 17 છોકરી અને 6 શિક્ષક હતા. આ વિસ્તાર મુંબઈથી આશરે 170 કિમી અંતરે છે અને આ સમુદ્ર તટ ઐતિહાસિક મંદિરો માટે પણ જાણીતો છે.
પોલીસ અધિકારીઓની માહિતી પ્રમાણે ગ્રુપમાંથી 8 વિદ્યાર્થી સમુદ્રમાં ઉતર્યાં હતા. આ વિદ્યાર્થીઓને પાણીની ઊંડાઈનો કોઈ જ અંદાજ ન હતો અને દરીયાના મોજાઓને લઈ યોગ્ય અંદાજ લગાવી શકયા ન હતા. પાણીના વહેણમાં તેઓ વહી ગયા હતા.પોલીસ અને સ્થાનિક વહિવટીતંત્રની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી.
