Diwali Fires: દિવાળીની રાત્રીના સમયમાં રાજસ્થાન-દિલ્હી સહિત દેશભરમાં 23 લોકોના મોત, MP અને મહારાષ્ટ્રમાં અનેક લોકો જીવતા સળગી ગયા

Diwali Fires:દિવાળીની ખુશી વચ્ચે દેશના વિવિધ રાજ્યોમાંથી કેટલીક દુઃખદ ઘટના સામે આવી છે. ફટાકડાની ચિંગારી અને શોર્ટ સર્કિટને લીધે સર્જાયેલી આગની ઘટનામાં અનેક પરિવારોની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 09 Nov 2026 02:24 PM (IST)Updated: Mon, 09 Nov 2026 02:24 PM (IST)
23-people-died-in-firerelated-incidents-across-the-country-including-in-rajasthan-and-delhi-13-people-burned-to-death-in-madhya-pradesh-and-6-in-maharashtra

Diwali Fires:દિવાળીની ખુશી વચ્ચે દેશના વિવિધ રાજ્યોમાંથી કેટલીક દુઃખદ ઘટના સામે આવી છે. ફટાકડાની ચિંગારી અને શોર્ટ સર્કિટને લીધે સર્જાયેલી આગની ઘટનામાં અનેક પરિવારોની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ છે.

આ ઘટનામાં 23 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયા છે અને કેટલાક લોકો લાપત થયા છે. રાહત અને બચાવની કામગીરી હાથ ધરવામાં આવી તે. તતા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે સતત કામગીરી કરવામાં આવી રહ્યા છે.

આ ઘટનાની અસર મધ્ય પ્રદેશમાં જોવા મળી છે, જ્યા બે વિવિધ જિલ્લામાં 13 લોકોના મોત થયા છે. કટની જિલ્લામાં એક રહેણાક વિસ્તારમાં ભીષણ આગથી એક જ પરિવાર છ સભ્યના મોત થયા છે. 

મહારાષ્ટ્રમાં અનેક જગ્યાએ આગની ભયાનક ઘટના સામે આવી છે, જ્યાં ધારાશિવ જિલ્લામાં એક દુકાન પર બનેલ ઘરમાં આગ લાગતા એક જ પરિવારના છ લોકોના મોત થયા છે. પુણેમાં રાત્રી દરમિયાન આગ લાગવાની 63 ઘટના સર્જાઈ છે.


મુંબઈના લોખંડવાલામાં અન્ય એક ઘટના સર્જાઈ જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારો ડોંગરી વિસ્તારની ઝૂપડપટ્ટી તથા દુકાનમાં આગ લાગી હતી.

આ ઉપરાંત નાગપુરના એક ટીવીએસ શોરૂમમાં અનેક ગાડીઓ બળીને ખાક થઈ ગઈ હતી અને ઠાણેની એક 17 માળ ઈમારતમાં આગ લાગી. 

રાજસ્થાનમાં ફટાકડાની દુકાન બળીને રાખ થઈ ગઈ

રાજસ્થાનના પાલી જિલ્લામાં ફટાકડાની દુકાનમાં આગ લાગવાથી બે લોકોના મોત થયા છે અને ત્રણ અન્ય ગુમ થયા છે. આગના કારણે નજીકની ત્રણ દુકાનો અને અનેક ટુ-વ્હીલર પણ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા છે.

દિલ્હીમાં માસૂમ બાળકનું મોત

રાષ્ટ્રીય રાજધાનીના નરેલા વિસ્તારમાં ફટાકડાના પ્રદર્શન દરમિયાન ફૂટેલા રોકેટ ફટાકડાથી 10 વર્ષના છોકરાનું ઘટનાસ્થળે જ મોત થયું.