11 મહિનાની બાળકીની મદદે આવ્યા Sonu Sood; સારવાર માટે 16 કરોડના ઈન્જેક્શનની જરૂર, લોકોને મદદ કરવા કરી અપીલ

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Thu, 01 Aug 2024 02:14 PM (IST)Updated: Thu, 01 Aug 2024 02:15 PM (IST)
11-month-old-girl-to-get-injection-worth-16-crore-actor-sonu-sood-appeals-for-help

Spinal Muscular Atrophy, Actor Sonu Sood: 11 મહિનાની કુમુદ નામની બાળકી એક એવી બિમારી સામે ઝઝુમી રહી છે. જેના માટે 16 કરોડ રુપિયાના ઈન્જેક્શનની જરુરિયાત છે. આ ઈન્જેક્શન તે બે વર્ષની થાય તે પહેલા બાળકીને આપી દેવું પડે છે. જેથી બાળકીના માતા-પિતાએ લોકોને મદદ માટે ગુહાર લગાવી છે.

અભિનેતા સોનુ સૂદે લોકોને મદદ કરવા અપીલ કરી
અભિનેતા સોનુ સૂદ બાળકીની મદદ માટે આગળ આવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કરીને મદદ કરવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે બાળકી માટે 14થી 16 કરોડ રુપિયાના ઈન્જેક્શનની જરૂર છે. પરિવાર એટલા પૈસા ભેગા કરી શકે તેવી સ્થિતિ નથી. જેથી તેમણે લોકોને મદદ કરવા અપીલ કરી છે.

સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી ટાઈપ વનથી પીડાય છે બાળકી
બાળકીની માતાએ જણાવ્યું કે તે મૂળ પશ્ચિમ વિહારની છે. તે બેંકમાં જોબ કરે છે. તેનો પતિ લેપટોપ બનાવતી કંપનીમાં કામ કરે છે. એક વર્ષ પહેલા જ તેમના ત્યાં બાળકીનો જન્મ થયો. ત્યારે તે 6 મહિનાની થઈ ત્યારે જાણ થઈ કે તેને સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી ટાઈપ વનથી પીડાતી હતી.

બાળકના પિતાએ જણાવ્યું કે આ એક જીવલેણ ખતરનાક રોગ છે. તેની સારવાર માટે અમેરિકાથી ઈન્જેક્શન મંગાવવું પડે તેમ છે. તેની કિંમત 16 કરોડ રુપિયા છે. અને એટલા પૈસા તેમની પાસે નથી. જેથી લોકોને મદદ માટે અપીલ કરી છે.