Tulsi Vivah Rangoli Designs 2025: આ વર્ષે દેવઉઠી અગિયારસ 1 નવેમ્બર 2025ના રોજ છે. સામાન્ય રીતે વર્ષમાં 24 એકાદશી આવે છે. પરંતુ કારતક માસના શુક્લ પક્ષની એકાદશી સૌથી મોટી એકાદશી અને વિશેષ ગણાય છે. કારણ કે આ દિવસે ભગવાન 4 મહિના બાદ યોગ નિદ્રામાંથી ઉઠે છે. ભગવાન જ્યારે યોગનિદ્રામાં હોય છે તેને ચાર્તુમાસ કહેવાય છે. આ દિવસોમાં કોઈ પણ શુભકાર્ય થતું. પણ જેવા ભગવાન યોગનિદ્રામાંથી ઉઠે છે ત્યારે ચાર્તુમાસ પૂર્ણ થાય છે જેને દેવઉઠી અગિયારસ કહેવાય છે. આ દિવસ શુભ માનવામાં આવે છે.
દેવઉઠી અગિયારસ માટે રંગોળી ડિઝાઈન
એવું માનવામાં આવે છે કે ઘરના દ્વાર પર રંગબેરંગી રંગોળી બનાવવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા આવે છે અને સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે. અહીં કેટલીક સરળ અને ટ્રેન્ડિંગ રંગોળી ડિઝાઇન્સ આપવામાં આવી છે જે તમારા ઘરને સજાવી શકે છે. સાથે અહીં કેટલીક યુટ્યુબની લિંક આપેલી છે. જેના પર જઈને તમે રંગોળી કેવી રીતે બનાવવી તે પણ જાતે જ શીખી શકો છો.
તુલસી ક્યારાની રંગોળી
દેવઉઠી અગિયારસ હિન્દુઓમાં ખૂબ જ મહત્વ ધરાવે છે, કારણ કે તે દિવસે ભગવાન વિષ્ણુના યોગ નિદ્રામાંથી બહાર છે. આ દિવસે તમે ખાસ તુલસી ક્યારાની સુંદર મજાની રંગોળી ડિઝાઈન બનાવી શકો છો. તે સુંદર તો લાગે જ છે પરંતુ શુભ પણ માનવામાં આવે છે.
ભગવાન વિષ્ણુની રંગોળી
દેવઉઠી અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુના યોગ નિદ્રામાંથી બહાર છે. આ દિવસે તમે ખાસ ભગવાન વિષ્ણુની સુંદર મજાની રંગોળી ડિઝાઈન બનાવી શકો છો.
શુભ અને લાભ રંગોળી
ભગવાન જ્યારે યોગનિદ્રામાં હોય છે તેને ચાર્તુમાસ કહેવાય છે. જેવા ભગવાન યોગનિદ્રામાંથી ઉઠે છે ત્યારે ચાર્તુમાસ પૂર્ણ થાય છે જેને દેવઉઠી અગિયારસ કહેવાય છે. આ દિવસોથી શુભકાર્ય શરૂ થતાં હોવાથી તમે શુભ અને લાભની રંગોળી બનાવી શકો છો.
સ્વસ્તિકવાળી રંગોળી
દેવઉઠી અગિયારસના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિકવાળી રંગોળી ડિઝાઇન બનાવવી અત્યંત શુભ માનવામાં આવે છે. આ ડિઝાઇન સમૃદ્ધિ અને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે.
દીવાવાળી રંગોળી
જો તમે ઝડપથી બને એવી કોઈ રંગોળી બનાવવા માંગો છો તો આ દીવાવાળી રંગોળીની ડિઝાઈન ટ્રાય કરી શકો છો. તે બનાવવામાં તો સરળ છે સાથે જ દેખાવમાં પણ ખૂબ જ મસ્ત લાગે છે.
મોરવાળી રંગોળી
ઘણા લોકોને મોરવાળી રંગોલી ખૂબ જ પસંદ હોય છે. જેમાં આખા મોરથી લઈને મોરપંખની ડિઝાઈન તમે ફટાફટ બનાવી શકશો અને એકદમ આંગણું પણ શોભી ઉઠશે. આ સૌથી સરળ રંગોળી છે.
