Things To Do In Ahmedabad During World Cup 2023 Final: આગામી 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વન ડે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ યોજાવાની છે. ભારત પણ સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઈનલમાં પ્રવેશી ચૂક્યું છે. ત્યારે આવી સ્થિતિમાં મોટી સંખ્યામાં ભારતીય ફેન્સ અમદાવાદ પહોંચશે. જો તમે પણ આ દરમિયાન અમદાવાદના ફેમસ સ્થળોએ ફરવાનું વિચારી રહ્યા છે તો અમે તમને આ આર્ટિકલમાં ફેમસ ટૂરિસ્ટ સ્પોર્ટ્સ વિશે જણાવવા જઈ રહ્યા છે.
અમદાવાદ શહેરની વાત કરીએ તો, આ ગુજરાતનું સૌથી મોટું શહેર છે અને પશ્ચિમ ભારતમાં સૌથી મહત્વપૂર્ણ વેપાર કેન્દ્રોમાંનું એક છે. અહીં ફરવા માટે ઘણી બધી જગ્યાઓ આવેલી છે. જ્યાં વ્યક્તિ પરિવાર અને બાળકો સાથે આરામથી પોતાનો દિવસ પસાર કરી શકે છે.
જો તમે પરિવાર સાથે પ્રાચીન અને પૌરાણિક સ્થળો ફરવા જવાનું વિચારી રહ્યા છો તો જગન્નાથ મંદિર, સાબરમતી આશ્રમ, દાદા ભગવાન ત્રિમંદિર, ત્રણ દરવાજા, ભદ્રનો કિલ્લો, અડાલજ સ્ટેપવેલ, રાણીનો હજીરો, સીદી-સૈયદની જાળી અને સરખેજ રોજાની મુલાકાત લઈ શકો છો.
વડીલો અને પરિવાર સાથે ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા માટે જગન્નાથ મંદિર, ઈસ્કોન મંદિર, કેમ્પ હનુમાન, વૈષ્ણોદેવી મંદિર, અક્ષરધામ મંદિર-ગાંધીનગર, બળિયાદેવ મંદિર-લાંભા, એસજી હાઈવે પર આવેલું તિરુપતિ મંદિર, કૃષ્ણ મંદિર-ભાડજ, જલારામ મંદિર પાલડી, અડાલજ મંદિર બેસ્ટ પ્લેસ છે.
આ દિવાળી વેકેશન દરમિયાન બાળકો સાથે કાંકરીયા, સનસેટ ડ્રાઇવ-ઇન પર મૂવીઝ, અટલ ફુટ ઓવર બ્રિજ, રિવરફ્રન્ટ, સાયન્સ સિટી, વસ્ત્રાપુર લેક, પતંગ મ્યુઝિયમ, સ્કાયસિટી ગાર્ડન શેલા, વિન્ટેજ કાર સંગ્રહાલય (કઠવાડા) અને ગોટિલા ગાર્ડન સહિતના સ્થળોની મુલાકાત લઈ શકો છો. અમદાવાદમાં ખરીદી લો ગાર્ડન અને રાતના સમયે ખાણી પીણી માટે માણેક ચોક બેસ્ટ છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
