International Kite Festival Ahmedabad 2026 Dates, Venue, Timings, Ticket Prices: અમદાવાદની શાન ગણાતા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની રાહ જોઈ રહેલા પતંગરસિયાઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. અગાઉ આ મહોત્સવ 10 જાન્યુઆરીથી શરૂ થવાનો હતો, પરંતુ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ધારિત કાર્યક્રમને પગલે તેની તારીખમાં ફેરફાર કરીને 12 જાન્યુઆરી કરવામાં આવી છે.
From unique designs to creative traditions, Gujarat’s sky welcomes kite flyers from every corner of the world, turning the festival into a spectacular celebration beyond borders. Every moment in the sky reflects joy, culture and togetherness. Experience it yourself at the… pic.twitter.com/smBGGWoTgk
— Gujarat Tourism (@GujaratTourism) January 6, 2026
વડાપ્રધાન મોદીના હસ્તે થશે ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું શિડ્યુલ ફિક્સ થતા જ રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા મહોત્સવની તૈયારીઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ આંતરરાષ્ટ્રીય મહોત્સવનું ઉદ્ઘાટન વડાપ્રધાનના વરદ હસ્તે કરવામાં આવશે. પીએમ મોદીની ઉપસ્થિતિને કારણે આ મહોત્સવમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના અનેક મહાનુભાવો પણ હાજર રહે તેવી શક્યતા છે.
| તારીખ | શહેર / સ્થળ |
| ૧૦ જાન્યુઆરી ૨૦૨૬ | રાજકોટ, સુરત અને ધોળાવીરા |
| ૧૧ જાન્યુઆરી ૨૦૨૬ | શિવરાજપુર, SOU – એકતા નગર અને વડનગર |
| ૧૨ થી ૧૪ જાન્યુઆરી ૨૦૨૬ | અમદાવાદ (મુખ્ય ઉજવણી - રિવરફ્રન્ટ) |
અમદાવાદ પતંગ મહોત્સવ ફી
| વિગત | માહિતી |
| સમય | સવારે ૯:૦૦ થી સાંજના ૬:૦૦ સુધી |
| ટિકિટ દર | તમામ મુલાકાતીઓ માટે મફત પ્રવેશ |
| પાર્કિંગ ફી (ટુ-વ્હીલર) | રૂ. ૧૦ |
| પાર્કિંગ ફી (ફોર-વ્હીલર) | રૂ. ૨૦ |
અડધા કિલોમીટરમાં પથરાશે મહોત્સવની ભવ્યતા
સામાન્ય રીતે રિવરફ્રન્ટ પર પતંગ મહોત્સવનું આયોજન મર્યાદિત વિસ્તારમાં થતું હોય છે, પરંતુ આ વર્ષે વડાપ્રધાનની હાજરી અને પ્રવાસીઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને આયોજનને અત્યંત વિશાળ બનાવવામાં આવ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ પર અંદાજે અડધા કિલોમીટર (500 મીટર) જેટલા લાંબા વિસ્તારમાં પતંગ મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
ચુસ્ત સુરક્ષા અને વિશેષ સુવિધાઓ
ભવ્ય આયોજન અને વડાપ્રધાનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રિવરફ્રન્ટ વિસ્તારમાં લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવશે.
- સુરક્ષા: એસપીજી (SPG) અને સ્થાનિક પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
- એન્ટ્રી અને બેઠક વ્યવસ્થા: મુલાકાતીઓ માટે પ્રવેશ દ્વાર, પાર્કિંગ અને બેઠક વ્યવસ્થામાં ધરખમ ફેરફાર કરીને તેને વધુ સુવિધાજનક બનાવવામાં આવી છે.
- આંતરરાષ્ટ્રીય પતંગબાજો: આ વર્ષે પણ વિશ્વના વિવિધ દેશોમાંથી પતંગબાજો પોતાના અનોખા પતંગો સાથે અમદાવાદના આકાશને રંગબેરંગી બનાવવા માટે પહોંચશે.
ભારત અને જર્મની વચ્ચેના મજબૂત સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા માટે જર્મનીના ચાન્સેલર ફેડરીચ મર્ઝ 12 અને 13 જાન્યુઆરીના રોજ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાતનો પ્રારંભ ૧૨ જાન્યુઆરીએ અમદાવાદથી થશે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ ઉપસ્થિત રહીને જર્મન ચાન્સેલરનું ઉષ્માભર્યું સ્વાગત કરશે. વડાપ્રધાન મોદી અને ચાન્સેલર મર્ઝ વચ્ચે અમદાવાદમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે.
