Rann Of Kutch: આગામી રણ મહોત્સવમાં ભાગ લેવા માટે થઈ જાવો તૈયાર; શું છે ખાસ વાત અને કેવી રીતે પહોંચી શકાય તે જાણો

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 06 Sep 2024 04:43 PM (IST)Updated: Fri, 06 Sep 2024 04:43 PM (IST)
rann-of-kutch-know-white-rann-history-how-to-reach-a-complete-travel-guide

Rann Of Kutch: ગુજરાત સ્થિત કચ્છનું રણ પ્રકૃતિઓથી ભરપૂર છે. દર વર્ષે યોજાતા રણ મહોત્સવ ખૂબ જ લોકપ્રિય છે. દર વર્ષ આશરે 8થી 10 લાખ પર્યટકો નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન યોજાતા રણ મહોત્સવને જોવા માટે આવે છે. અહીં ચંદ્રમાની રાત અને ખુલ્લી હવામાં સાંસ્કૃતિક કાર્યક્રમોનો આનંદ લેવા માટે અહીં લોકો પહોંચે છે.

ખાસ વાત એ છે કે ગરમીની સિઝન બાદ ચોમાસાના આગમન સાથે પાણી આ રણમાં આવી જાય છે. જેથી સફેદ રણ એક વિશાળ સમુદ્ર જેવું દેખાય છે. ઉત્તર રણ એટલે કે ગ્રેટ રણ ઓફ કચ્છ 257 કિમી વિસ્તારમાં ફેલાયેલ છે અને પૂર્વ વિસ્તારમાં રણ એટલે કે નાનું રણ આશરે 5,178 વર્ગ કિમીમાં ફેલાયેલ છે. અહીં તાપમાન 44-50 ડિગ્રી સુધી હોય છે. જ્યારે શિયાળામાં તાપમાન શૂન્ય પહોંચી શકે છે.

કેવી રીતે પહોંચી શકાય છે
ભૂજ રણની નજીક છે. સૌથી મહત્વના શહેરોને એરપોર્ટ તથા રેલવે સ્ટેશનથી અહીં આવી શકે છે. ભૂજથી રણનું અંતર ફક્ત 80 કિમી છે. એટલે કે અહીં પહોંચવામાં ફક્ત 5 કલાકનો સમય લાગે છે.તમને ભૂજથી ગુજરાત ટુરિઝમ બસની સુવિધા મળી શકે છે. જે સીધા કચ્છના રણ સુધી જઈ જાય છે.

ફ્લાઈટથી આવવા માટે બેંગ્લુરુ, દિલ્હી, મુંબઈ, કોલકાતા, તિરુવનંતપુરમ તથા ગોવાથી સીધી ફ્લાઈટ ભૂજ એરપોર્ટ માટે હોય છે. ટ્રેનથી કચ્છ જવા ઈચ્છતા હોય તો ભૂજ એક્સપ્રેસ અને હજરત એક્સપ્રેસ દિલ્હીથ ચાલે છે. જ્યારે ભૂજ એક્સપ્રેસ અને કચ્છ એક્સપ્રેસ મુંબઈથી ચાલે છે. દિલ્હી, મુંબઈ, પુણે અને જોધપુરથી કચ્છ રણ સુધી પહોંચવા માટે આશરે 16 કલાકનો સમય લાગી શકે છે.