IRCTC Europe Tour 2026: 13 દિવસ અને 12 રાતમાં રાજવી ઠાઠથી યુરોપનો રમણીય નજારો માણો, IRCTCનું ખિસ્સાને પરવડે તેવું પ્રીમિયમ પેકેજ

આ પેકેજમાં મુસાફરોને એર ટિકિટ, બસ ટ્રાન્સફર, સારામાં સારી હોટલમાં રોકાવાની સુવિધા અને સમયસર ચા-નાસ્તો અને ભોજન આપવામાં આવશે. આ બધા સાથે જ તમને એક પ્રોફેશનલ ટૂર ગાઈડ પણ મળશે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 11 Apr 2026 05:14 PM (IST)Updated: Sat, 11 Apr 2026 05:14 PM (IST)
irctc-europe-tour-2026-13-days-across-europe-from-mumbai-price-dates-full-itinerary-and-whats-included
HIGHLIGHTS
  • Glimpses of Europe ટૂર 7 જૂને મુંબઈથી ઉપડી શકે છે

IRCTC Europe Tour 2026: ગુજરાત સહિત સમગ્ર દેશમાં સ્કૂલોમાં પરીક્ષા પતવા આવી છે અને આવતા સપ્તાહથી ઉનાળું વેકેશન શરૂ થઈ જશે. એવામાં જો તમે ઈન્ટરનેશનલ ટૂર કરવાનું વિચારી રહ્યા હોવ, તો તમારા માટે IRCTCએ એક જબરદસ્ત ટૂર પેકેજ લૉન્ચ કર્યું છે. આ ટૂર પેકેજ અંતર્ગત તમને યુરોપની ટુર કરાવવામાં આવશે.

IRCTCના આ ટૂર પેકેજનું નામ ગ્લિમ્પીસ ઑફ યુરોપ (Glimpses of Europe) રાખવામાં આવ્યું છે. 13 દિવસ અને 12 રાતની તમારી આ જર્ની મુંબઈથી શરૂ થશે. પેકેજમાં તમારી સુવિધાને ધ્યાનમાં રાખીને પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ફ્લાઈટ, હોટલ, ભોજન, ટ્રાન્સપોર્ટ અને ગાઈડ જેવી સુવિધા સામેલ છે. જેથી મુસાફરોને સમગ્ર ટૂર દરમિયાન ક્યાંય તકલીફનો સામનો ના કરવો પડે.

Glimpses of Europe ટૂરની સંભાવિત તારીખ 7 જૂન, 2026 છે. આ સિવાય 26 એપ્રિલ 2026ની પણ એક ટૂરનું આયોજન છે. આ પેકેજ ખાસ કરીને એવા લોકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે, જેઓ એક જ ટ્રિપમાં સમગ્ર યુરોપના મુખ્ય શહેરો અને પ્રવાસન સ્થળોને જોવા અને માણવા માંગે છે.

IRCTCના આ પેકેજમાં મુસાફરોને એર ટિકિટ, બસ ટ્રાન્સફર, સારામાં સારી હોટલમાં રોકાવાની સુવિધા અને સમયસર ચા-નાસ્તો અને ભોજન આપવામાં આવશે. આ બધા સાથે જ તમને એક પ્રોફેશનલ ટૂર ગાઈડ પણ મળશે. તેમજ પેકેજમાં જ ટ્રાવેલ ઈન્સ્યોરન્સ પણ સામેલ છે.

યુરોપની આ ટૂરમાં તમે ત્યાંની ઐતિહાસિક ઈમારતો, સુંદર શહેરો, સાંસ્કૃતિક વારસો અને કુદરતી નજારાઓ મન ભરીની માણી શકશો. આ પેકેજ ખાસ કરીને ફેમિલી, કપલ અને ગ્રુપ ટ્રાવેલર્સ માટે એકદમ બેસ્ટ ઑપ્શન છે. પ્રવાસનું સમગ્ર શિડ્યૂલ એવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે, તમે બને તેટલા ઓછા સમયમાં વધુમાં વધુ સ્થળોએ સરળતાથી કોઈ પણ જાતની અગવડ વિના ફરી શકો.

આ યુરોપ ટૂર પેકેજમાં IRCTC દ્વારા અલગ-અલગ કેટેગરી પ્રમાણે કિંમત નક્કી કરવામાં આવી છે. જેમાં ડબલ ઑક્યુપેન્સી પર વ્યક્તિદીઠ 4,14,500 રૂપિયા રાખવામાં આવ્યા છે. જ્યારે ટ્રિપલ ઑક્યુપેન્સી માટે વ્યક્તિ દીઠ 4,13,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. તેમજ જો કોઈ વ્યક્તિ એકલા જ ફરવા માંગતા હોય, તો તેમના માટે સિંગલ ઑક્યુપેન્સીનો ચાર્જ 4,89,910 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે.