LPG Gas Booking: મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે LPG ગેસ સિલિન્ડરને લઈને હજુ પણ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારત સરકાર સ્પષ્ટતા કરી ચૂકી છે કે, દેશમાં અત્યારે LPG ગેસની કોઈ કમી નથી. આથી ઉતાવળમાં પેનિંક બાયિંગ ના કરશો. આમ છતાં લોકોને ગેસના સિલિન્ડર નથી મળી રહ્યા.
એવામાં હવે LPG ગેસ સિલિન્ડર 25 દિવસે બુકિંગ કરી શકાય છે, પરંતુ શું તમે જાણો છો કે, તમે ગેસ સિલિન્ડર બુક કરાવ્યાના કેટલા દિવસ બાદ બાટલો મળવો જોઈએ, તો ચાલો જાણીએ આ પ્રશ્નના જવાબમાં સરકારે શું કહ્યું.
આ પણ વાંચો
ગેસ સિલિન્ડર કેટલા દિવસમાં બુકિંગ કરી શકો છો?
LPG ગેસ સિલિન્ડર તમે શહેરોમાં 25 દિવસમાં બુકિંગ કરી શકો છો. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 45 દિવસમાં ગેસ સિલિન્ડર બુકિંગ કરાવી શકાય છે.
કેટલા દિવસમાં ગેસ સિલિન્ડર મળે છે?
તાજેતરમાં જ પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મિનિસ્ટ્રીના જૉઈન્ટ સેક્રેટરી સુજાતા શર્માએ જણાવ્યું હતું કે, LPG ગેસની ડિલિવરીમાં પહેલા કરતાં થોડો વધારે સમય લાગી રહ્યો છે. પહેલા કરતાં હાલના સમયમાં સિલિન્ડર મેળવવામાં થોડો વિલંબ જરૂર થઈ રહ્યો છે.
અગાઉ બુકિંગ કર્યાના 2-3 દિવસમાં જ સિલિન્ડરની ડિલિવરી થઈ જતી હતી, પરંતુ હવે તેમાં 4 થી 5 દિવસનો સમય લાગી શકે છે, કારણ કે હમણાં પેનિંક બુકિંગ વધારે કરવામાં આવ્યું છે. અમે આશા રાખીએ છીએ કે, જલ્દી વ્યવસ્થા પહેલા જેવી થઈ જશે.
જણાવી દઈએ કે, નિયમો પ્રમાણે બુકિંગ કર્યાના 2-3 દિવસની અંદર ગ્રાહકના ઘરમાં LPG સિલિન્ડર ડિલિવરી થવી અનિવાર્ય છે. જો કે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે હવે તેમાં વિલંબ થઈ શકે છે.
