Surat Travel: સુરતની નજીક ફરવા લાયક જગ્યા શોધી રહ્યા છો, તો સ્વર્ગની અનુભૂતિ કરાવતા આ સ્થળને તમારા લિસ્ટમાં સામેલ કરો

ગુજરાતના ડાયમંડ સિટી ગણાતા સુરતમાં તો અનેક ફરવા લાયક સ્થળો છે. આ સિવાય શહેરની આસપાસ અનેક એવી જગ્યા છે, જેને તમે એક દિવસની ટ્રિપમાં એક્સ્પ્લોર કરી શકો છો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 03 Nov 2024 09:22 PM (IST)Updated: Sun, 03 Nov 2024 09:26 PM (IST)
best-places-to-visit-near-surat-travel-with-family
HIGHLIGHTS
  • એકદિવસની આ ટ્રીપ તમને આજીવન યાદ રહી જશે

Surat Travel: ગુજરાતના મુખ્ય શહેરો પૈકીનું એક સુરત 'ડાયમંડ સિટી', 'બ્રિજ સિટી' અને 'સિલ્ક સિટી' જેવા અલગ-અલગ નામોથી પણ ઓળખાય છે. ડાયમંડ અને ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીના કારણે દર મહિને લાખો ધંધાર્થીઓ આ શહેરની મુલાકાતે આવતા હોય છે. ઉદ્યોગ-ધંધા સિવાય સુરતમાં કેટલાક એવા સ્થળો પણ છે, જ્યાં તમે ફરવા જઈ શકો છો.સુરતની આસપાસ પણ અનેક એવા શાનદાર સ્થળો છે, જ્યાં તમે પરિવાર, મિત્રો અથવા પાર્ટનર સાથે ફરવા જશો, તો તમારી ટ્રીપ યાદગાર બની રહેશે.

હજીરા: સુરતથી લગભગ 25 કિમી દૂર આવેલું હજીરા પણ ફરવા લાયક સ્થળ છે. તાપી નદીના કિનારે આવેલ હજીરા ભારતના મુખ્ય બંદરો પૈકી એક મનાય છે. હજીરા ગુજરાતનું એક એવું બંદર છે, જે અરબ સાગર અને ખાડીની નજીક છે. અહીંથી દરરોજ અનેક શિપ અવરજવર કરતા રહે છે. અહીં દરિયા કિનારે તમે શાંતિની પળો માણી શકો છે. આ ઉપરાંત વૉટર સ્પોર્ટ્સની મજા પણ માણી શકો છો.

naidunia_image

ભરૂચ: સુરતથી 75 કિમી દૂર આવેલ ભરૂચ પણ ગુજરાતના મુખ્ય ઔદ્યોગિક શહેર પૈકીનું એક છે. ખંભાતના અખાત અને નર્મદા નદીના કિનારે વસેલું ભરૂચ પહેલા બ્રોચ અને પચી ભૃગુકચ્છ તરીકે ઓળખાતું હતુ.

ભરૂચમાં માત્ર ગુજરાતી જ નહીં, પરંતુ દેશના દરેક ખુણાથી સહેલાણીઓ ફરવા માટે આવે છે. આ શહેરમાં નર્મદા પાર્ક, નિનાઈ વૉટર ફૉલ, ગોલ્ડન બ્રિજ, ડુંગર ગુફાઓ જેવા સ્થળોને એક્સપ્લોર કરી શકો છે. આ સાથે જ તમે એડવેન્ચર એક્ટિવિટીની મજા પણ ભરૂચમાં માણી શકો છો.

વલસાડ: સુરતથી 91 કિમી દૂર આવેલ વલસાડ પણ ગુજરાતના મુખ્ય જિલ્લાઓ પૈકીનું એક છે. વલસાડ શહેરની ઉત્તરમાં નવસારી, પશ્ચિમમાં ખંભાતનો અખાત અને દક્ષિણ-પશ્ચિમમાં મહારાષ્ટ્રની બોર્ડર આવેલી છે. વલસાડને ગુજરાતનું ઔદ્યોગિક કેન્દ્ર પણ માનવામાં આવે છે. ખંભાતના અખાતની નજીક આવેલું હોવાથી વલસાડમાં દરરોજ સેંકડો પ્રવાસીઓ ફરવા આવે છે.

naidunia_image

વલસાડમાં આવેલ શંકર વૉટરફૉલ, પરનેરા હિલ્સ, નારગોલ બીચ, સાઈનાથ મંદિર, સ્વામિનારાયણ મંદિર, તીથલ બીચ જેવા સ્થળો પર તમે પરિવાર, મિત્રો અથવા પાર્ટનર સાથે એક્સ્પ્લોર કરી શકો છો. તીથલ બીચથી સૂર્યોદય અને સૂર્યાસ્તના મનમોહક દ્રશ્યો નિહાળી શકો છો.

સિલવાસા: સુરતથી 120 કિમી દૂર આવેલ સિલવાસા પણ એક દિવસની ટ્રિપમાં ફરવા માટેની શ્રેષ્ઠ સ્થળ પૈકીનું એક છે. આ સુંદર શહેર કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીનું પાટનગર છે. સિલવાસાનું કુદરતી સૌદર્ય, વન્યજીવ અભ્યારણ્ય, મનમોહક બીચ અને ગાર્ડન પ્રખ્યાત છે. અનેક કપલ્સ માત્ર હનીમૂન માટે જ સિલવાસા આવતા હોય છે. સિવલાસામાં તમે વૉટર સ્પોર્ટ્સની મજા પણ માણી શકો છે. આ સાથે અહીંના બીચ પરથી સૂર્યોદય અને સૂર્યાસ્તનો આહલાદ્દક નજારો નિહાળી શકો છો.

naidunia_image

આ ઉપરાંત પણ સુરતમાં અનેક એવી જગ્યાઓ છે, જેને તમે એક દિવસની ટ્રિપમાં એક્સપ્લોર કરી શકો છે. જેમકે સુરતથી 85 કિમી દૂર આવેલ ઉદવાડા, 146 કિમી દૂર આવેલ ઉમરગામ અને 116 કિમી દૂર આવેલ વાપી પણ ફરવા લાયક છે. જ્યારે સુરત શહેરમાં આવેલ ડુમસ બીચ, ક્રિષ્ના નેચર પાર્ક, ચોક બજારનો કિલ્લો, ગલતેશ્વર મહાદેવ મંદિર, કર્મનાથ મહાદેવ મંદિર,પાલ એક્વેરિયમ, ગોપી તળાવ અને ડિંડોલી ફ્લાવર ગાર્ડન પણ નિહાળવા લાયક છે.