Places To Visit in Gujarat During Monsoon: દેશના પશ્ચિમમાં આવેલું ગુજરાત સુંદર હોવાની સાથે એક ઐતિહાસિક રાજ્ય છે.ગુજરાતમાં શાનદાર અને અદ્ભુત સ્થળો છે, જ્યાં ચોમાસામાં ફરવું શાનદાર રહે છે. ગુજરાતમાં ચોમાસા દરમિયાન દેશ-વિદેશથી પ્રવાસીઓ મજા માણવા આવતા હોય છે. ત્યારે આ આર્ટિકલમાં અમે તમને ગુજરાતના કેટલાક એવા સ્થળો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં ચોમાસામાં ઝરમર વરસાદ અને હરિયાળી ભરી સુંદરતા સાથે પ્રકૃતિનો આનંદ માણી શકાય છે.
સાપુતારા (Saputara, Gujarat)
- ગુજરાતમાં ચોમાસામાં ફરવા જવાની વાત આવે ત્યારે સૌથી પહેલા સાપુતારા જ યાદ આવે છે.
- ડાંગ જિલ્લામાં આવેલું સાપુતારા પ્રકૃતિ ગોદમાં આવેલું ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે.
- જ્યારે પણ સાપુતારામાં ઝરમર વરસાદ પડે છે ત્યારે તેની સુંદરતા અદભૂત દેખાય છે.
- અહીં આવેલા ઊંચા પર્વતો, ઘાસના મેદાનો, ગાઢ જંગલો અને તળાવો અને ધોધ તેની સુંદરતામાં વધારો કરે છે.
- સાપુતારા પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગ ગણાય છે.
ગિરનાર પર્વત (Girnar Hills)
- ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આવેલ ગિરનાર પર્વત તેની સુંદર અને મનમોહક ટેકરીઓ માટે પ્રખ્યાત છે.
- ગિરનાર ગુજરાતની સૌથી ઊંચી ટેકરીઓ ગણાય છે.
- આ ટેકરીઓ તેમની સુંદરતાની સાથે ધાર્મિક કારણોસર પણ પ્રવાસીઓમાં પ્રખ્યાત છે.
- ગિરનારની પ્રાકૃતિક સુંદરતા પ્રવાસીઓને ખૂબ આકર્ષે છે.
- ગિરનાર હિલ્સના સૌથી ઊંચા શિખર પરથી આજુબાજુનો અદ્ભુત નજારો જોઈ શકાય છે.
- ચોમાસામાં જ્યારે વરસાદમાં પહાડો પરથી પાણી પડે છે ત્યારે નજારો અદ્ભુત લાગે છે.
આ પણ વાંચો - Places To Visit In September: સપ્ટેમ્બરમાં બનાવી લો ફરવા જવાનો પ્લાન, આ છે દેશના અદ્ભુત અને મોહક સ્થળો
વિલ્સન હિલ્સ (Wilson Hills)
- વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં દરિયાની સપાટીથી લગભગ 800 મીટરની ઉંચાઈ પર સ્થિત વિલ્સન હિલ્સ ચોમાસાની સાથે દરેક સિઝનમાં ફરવા માટે બેસ્ટ પ્લેસ છે.
- વિલ્સન હિલ્સ સુંદરતાની સાથે સાથે સુંદર નજારા માટે પણ ફેમસ છે.
- વિલ્સન હિલ્સની ઊંચાઈ પરથી અરબ સાગરની ઝલક પણ મેળવી શકાય છે.
- અહીં ઘણા પ્રવાસીઓ મોનસૂન ટ્રેકિંગની મજા માણવા માટે આવે છે.
દીવ (Diu, Monsoon Destination)
- જો ગુજરાતમાં ચોમાસા દરમિયાન દરિયા કિનારે ફરવા માગો છો તો દીવ બેસ્ટ ઓપ્શન છે.
- દીવ ગુજરાતનું બેસ્ટ મોનસૂન પ્લેસ છે.
- દીવમાં ચોમાસાના સમયે દરિયા કિનારાની સુંદરતા અને અહીંની ઠંડી હવા પ્રવાસીઓને આકર્ષે છે.
- અહીં દીવ કિલ્લાની ઊંચાઈથી અરબ સાગરની સુંદર લહેરો ખૂબસૂરત દેખાય છે.
- પ્રવાસીઓ દીવથી થોડે દૂર આવેલા સોમનાથ અને દ્વારકા જેવા ભવ્ય અને મનમોહક સ્થળોની મુલાકાત પણ લઈ શકે છે.
આ સ્થળો પણ એક્સપ્લોર કરો
ગુજરાતમાં ચોમાસા દરમિયાન પોલો ફોરેસ્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર ડેમ, નળસરોવર પક્ષી અભયારણ્ય, થોળ તળાવ, સાબરમતી રિવરફ્રન્ટ અને પોરબંદર જેવા સ્થળો પણ એક્સપ્લોર કરી શકાય છે.
Image@tourmyindia,s3.india
